‘અલમ અઅહદ એલય્કુમ યા બની આદમ અન લા તઅબોદુશય્તાન ઈન્નહુ લકુમ અદુવ્વુમમોબીન. વ અનેઅબોદુની હાઝા સેરાતુમમુસ્તકીમ.’
“અય આદમની ઔલાદ! શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર!) શય્તાનની ઈબાદત કરશો નહિ? નિ:સંશય તે તમારો ખુલ્લો દુશ્મન છે અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઈબાદત કરજો; (કેમકે) આજ સીધો માર્ગ છે.
(સુરએ યાસીન-36, આયત નં. 60-61)
આ આયતના અર્થોની અંદર અલી (અ.સ.)ની વિલાયતનું રહસ્ય છુપાએલું છે.
વાયદાને તાજો કરવો:
મુરસલે અઅઝમ (સ.અ.વ.) એ ગદીરના દિવસે હઝરત અલી (અ.સ.) ની વિલાયતનું એલાન કરતા પહેલા દરેક જણ પાસેથી કબુલાત લઈ લીધી કે હું તમારા બધા ઉપર તમારા કરતા વધારે હક્ક અને અધિકાર ધરાવું છું. અને દરેક જણે એકજ અવાજે કહ્યું કે બેશક હા, અય અલ્લાહના રસુલ (સ.અ.વ.). ત્યારબાદ શું થયું, એક હલચલ મચી ગઈ.
હલચલ:
તમામ તકેદારીઓ, વ્યવસ્થાઓ, સુરક્ષાના પગલાઓ, પહેરેદારી અને ભૂતકાળની રાઝદારીની સાથે ખુલ્લા આસ્માનની નીચે અને દુર દુર સુધી ફેલાએલી મધ્યાહનના સુરજની આગ ઝરતી ગરમી અને સખત તાપ છે. રણની રેતીથી ભરાએલ ઝમીન, હાજીઓની વિશાળ મેદની કે જેઓની નજરોની સામે હજી એહરામ પહેરેલા હાજીઓનું દ્રશ્ય, લબ્બૈક લબ્બૈકની અવાજો, ખાનએ કાબાનો તવાફ, સફા અને મરવા, મિના અને અરફાતની ઝમીન ઉપર ગુંજતા અવાજો હજુ સુધી કાનોમાં ગુંજી રહ્યા હતા. જ્યારે ગદીરના તપતા મેદાનમાં હાજીઓનો આ વિશાળ સમુદાય રોકાયો. એક લાખ ત્રીસ હજાર માથાઓ ગરમીથી તપી રહ્યા હતા, હોંઠો સુકાઈ રહ્યા હતા અને જીભમાં (તરસના કારણે) કાંટાઓ પડી ગયા હતા. તો બીજી બાજુ દિલો ધડકી રહ્યા હતા અને દરેક પોતાની ઝાતને સવાલ કરી રહ્યો હતો કે ‘આખરે મામલો શું છે?’ કોઈ વહી નાઝિલ થવાનો સમય છે કે પછી અવકાશમાંથી પસાર થતા અંતરિક્ષની મુસાફરી કરીને પયર્વિરણને પાછળ ધકેલતા આંખના પલ્કારામાં શદીદુલ કોવા હઝરત જીબ્રઈલ (અ.સ.) મુરસલે અઅઝમ (સ.અ.વ.)ની ખિદમતમાં તશરીફ લાવ્યા છે અને અલ્લાહના કોઈ પયગામનું એલાન અપેક્ષીત છે.
અહિંયા થોભીને જરા વિચાર કરવાની જરૂરત છે કે કદાચ આ વાતાવરણમાં એક તરફ કુરઆને મજીદ જે અલ્લાહ તઆલાના કલામ છે તે એલાન કરી રહ્યું છે કે કયામતના દિવસે મેહશરનો હાકિમ આદમ (અ.સ.)ની ઔલાદને વાયદા અને વચનના વિષે પુછપરછ કરશે તો બીજી તરફ તાગુતી તાકતોએ પણ પોતાનું પુરૂ જોર લગાવેલું હતું કે સેરાતે મુસ્તકીમ ઉપર ચાલવા માટે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) નો તે ખુત્બો જે ભવિષ્યને હિદાયતની રોશની આપી રહ્યો હતો અને અલી (અ.સ.)ની વિલાયત ઉપર ઈમાન લાવવાનો વાયદો અને વચન લઈ રહ્યો હતો તેની ઉપર પર્દો નાખી દેવામાં આવે.
ટૂંકમાં હઝરત મુરસલે અઅઝમ (સ.અ.વ.) એ એક તુલાની, ફસીહ અને બલીગ ખુત્બો આપ્યો અને ત્યાર પછી હઝરત અલી (અ.સ.)ની વિલાયતનું એલાન કરવામાં આવ્યું. ‘અલી મૌલા’, ‘અલી મૌલા’ (ની અવાજો), તંગ થઈ જઈને અવાક બની ગયા હશે કે આ શું થઈ ગયું? જેઓએ આવનારા દિવસોમાં અલ્લાહની રિસાલતની તબ્લીગના નેજા હેઠળ એક નવી હુકુમત અને સત્તાને પોતાના સપનાઓને સાર્થક કરવાની કલ્પના કરીને બેઠા હતા તેઓના બધાજ સ્વપ્નો અને યોજનાઓ એવી રીતે ચકનાચૂર થઈ ગયા જેવી રીતે (જંગના નગારાઓ વાગ્યા બાદ બધા સ્વપ્નાઓ ચકનાચૂર થઈ જતા દેખાવા લાગે છે.) દિગ્મુઢ થઈને ‘બખ્ખીન, બખ્ખીન’ કહેતા કહેતા અલી (અ.સ.)ના ખૈમામાં દાખલ થઈ ગયા.
કાવતરાઓનો સિલસિલો:
જ્યારે દિલના ધબકારા શાંત થયા, જ્યારે વહેશતની આગ ઠંડી પડી, વ્યાકુળતાના ઝખ્મો ઉપર કાવતરાઓના સહારાઓએ મલમ લગાવ્યો ત્યારે કાવતરાખોરોના સમૂહોએ સમયની સાથે નક્કી કર્યુ કે એક કમીટી બનાવવામાં આવે. તે ઉચ્ચ દરજ્જાની કમીટીમાં ‘બુઝુર્ગો’ની સાથે સાલિમનો ગુલામ ઓબય્દુલ્લાહ જરર્હિ, અને અબ્દુર્ર રેહમાન બિન ઔફની પણ પસંદગી કરવામાં આવી અને એમ નક્કી કરવામાં આવ્યું કે કોઈપણ હિસાબે ‘ખિલાફત’ બની હાશિમમાં ન જવી જોઈએ અને તેના માટે ટૂંકાગાળા અને લાંબાગાળાના રસ્તા બંધ કરવાના જે પણ શકય પરિબળો હોય તેની ઉપર કડકાઈથી અમલ કરવામાં આવે.
હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ની વફાત થઈ અને બે મોટી આપત્તિ અને દુર્ઘટના બની. એક આપ (સ.અ.વ.)ની વફાત પહેલા કાગળ અને કલમનો બનાવ અને બીજો બનાવ આપ (સ.અ.વ.) ની વફાત પછી સકીફાનો દેકારો. એટલેકે એક તરફ અન્સારના સરદાર સઅદ બિન એબાદાહ અને બીજી તરફ મુહાજીરો………
રસુલ (સ.અ.વ.)નું મિમ્બર અને બાગે ફીદકનો મુકદમો:
બની હાશિમને નબળા પાડવા માટે અને ગદીરના વિલાયતના એલાનથી લોકોને અજાણ રાખવા માટે અને બાગે ફીદકને ગસ્બ કરવાના ફેંસલા માટે સૌ પ્રથમ વખત રસુલ (સ.અ.વ.) ના મિમ્બર ઉપરથી ખોટી હદીસ ઘડવામાં આવી. જનાબે ફાતેમા (સ.અ.) એ જ્યારે પોતાના ખુત્બામાં જુઠને બેનકાબ કરી દીધું ત્યારે પહેલાએ બાગે ફીદકનો દાવો સ્વીકારીને જનાબે ફાતેમા (સ.અ.) ને દસ્તાવેજ પરત કરી દીધો, પરંતુ બીજાએ તે દસ્તાવેજને જનાબે ફાતેમા (સ.અ.)ના હાથોમાંથી ઝુંટવીને તેને ફાડી નાખ્યો. હવે અજાણતાના પડદાઓ દિમાગ ઉપર પડવા લાગ્યા અને વધારે જાડા થઈ ગયા. બસ અહિંથી અવાજ સંભળાવા લાગ્યા ગદીરનું એલાન અને અલી (અ.સ.)ની વિલાયત કયા છે? અલી (અ.સ.) એ પોતાના અમૂક વફાદાર, પ્રતિષ્ઠિત, એહલેબૈત (અ.મુ.સ.)ની તઅલીમાતથી ભરપૂર, ઈમાન ઉપર અડગ, વિલાયતની હાકેમિય્યતને રાજીખુશીથી તસ્લીમ કરનાર તથા અમૂક એવા કે જેઓ અલી (અ.સ.) ની વિલાયતના ભેદ અને રહસ્યો, ઈમામતના મોજીઝ અને અખ્લાકી મુલ્યોને પોતાના અસ્તિત્વમાં રોશન રાખવાની ક્ષમતા ધરાવતા હતા તેવા સહાબીઓ જેમકે રૂશૈદે હુજરી, હબીબ ઈબ્ને મઝાહિર, અમ્મારે યાસિર, મિકદાદ અને અબુઝરે ગફફારી વિગેરે…. મૌલા અલી (અ.સ.)ની ઈમામત અને વિલાયત ઉપર યકીન રાખીને પોતાના મૌલાની સાથે સાથે રહ્યા. સમય નથી કે મોઅજીઝા દેખાડવા, કશ્ફો-કરામાત, એ આસ્માનની બલંદીઓ ઉપર સફર કરનારના વિષે બયાન કરવામાં આવે. અક્લ અને ડહાપણના માલિક અલી (અ.સ.) ના સહાબીઓનો ઈતિહાસ મૌજુદ છે અને વિરોધીઓનો ઈતિહાસ પણ મૌજુદ છે.
ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…
الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…
એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…
એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…