ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – ત્રીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ

ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો …..

  • એક રિવાયતમાં હઝરત અલી (અ.સ.) એ ફરમાવ્યું:

‘અય લોકો! એ પહેલા કે તમે મને ન પામો જે ચાહો તે પુછી લો. આ ઈલ્મનો ખઝાનો છે. આ રસુલે ખુદા (સ.અ.વ.)નું લોઆબ છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ મને દાણો દાણો ખવડાવ્યો છે.’

(તૌહીદે સદુક, પા. 298)

  • એક રિવાયતમાં ઈમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

‘હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને એક હર્ફ શીખવ્યો. જેમાંથી હજાર હર્ફ ખુલી ગયા અને વળી દરેક હજાર હર્ફમાંથી પણ હજાર હર્ફ.’

(બેહાલ અન્વાર, ભાગ 26, પાના 30, હ. 39)

હવે એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઈ ગઈ કે ‘તઅલીમ અને બયાને વહ્ય’માં અગર કોઈ રસુલે ખુદા (સ.અ.વ.)ના જાનશીન થઈ શકે છે તો તે ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. સમગ્ર ઈસ્લામી ઉમ્મતમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની પછીથી લઈને આજ સુધી એવું કોઈ નથી કે જેની પાસે હઝરત અલી (અ.સ.)થી વધારે કિતાબનું ઈલ્મ હોય. બલ્કે કોઈ પણ ઈલ્મમાં કોઈ પણ શખ્સ હઝરત અલી (અ.સ.)ની જેવું નથી.

અગર ખિલાફત રસુલે ખુદા (સ.અ.વ.)ની જાનશીની છે તો જાનશીનીના હોદ્દા માટે તે હોદ્દાની યોગ્ય ખાસિયતો હોવી જરી છે અને તે ફકત હઝરત અલી (અ.સ.) છે.

વિલાયતે તશ્રીઈમાં જાનશીની:

જ્યારે વહ્યને બયાન કરવામાં અને તેની તઅલીમમાં હઝરત અલી (અ.સ.)ની જાનશીની પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ થઈ ગઈ તો વિલાયતે તશ્રીઈમાં પણ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જ જાનશીન હોઈ શકે છે. આ વાસ્તવિકતાને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મયદાને ગદીરમાં 18 ઝીલહજ્જ હી.સ. 10માં સહાબીઓના એક મોટા મજમામાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાના હાથો ઉપર બલંદ કરીને ફરમાવ્યું હતું.

مَنْ   كُنْتُ   مَوْلَاہُ   فَہٰذَا   عَلِیٌّ   مَوْلَاہُ

‘જેનો જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) પણ મૌલા છે.’

અર્થાત જે વિલાયત અને હુકુમતનો ઈખ્તેયાર મને છે અને જે રીતે હું તમારા નફસો ઉપર તમારા કરતા વધારે અધિકાર ધરાવું છું. મારી હાજરીમાં બીજા કોઈને આ હુકુમત અને વિલાયતનો હક નથી. દરેક ઉપર મારી ઈતાઅત વાજીબ છે અને દરેક માટે મારી નાફરમાની હરામ છે. તે બધાજ અધિકારો અને ઈખ્તેયાર મારા પછી તરતજ કોઈ પણ પ્રકારના ફાસલા વગર હઝરત અલી (અ.સ.)ને પ્રાપ્ત છે.

ટૂંકમાં એ કે અગર ખિલાફતે રસુલે ખુદા (સ.અ.વ.) જાનશીની છે તો જાનશીનીની બધીજ ખુસુસીયાત અને લાયકાતો ફકત હઝરત અલી (અ.સ.)માં જ જોવા મળે છે અને ફકત તેઓ જ રસુલ (સ.અ.વ.)ના સાચા જાનશીન છે અને અગર ખિલાફત બીજા કોઈની જાનશીની હોય તો આપણે તેની સાથે શું લેવા-દેવા?

આ દુનિયામાં ઘણું બધુ થતું રહે છે. લોકો પથ્થરોને પણ પોતાના દેવતા અને ખુદા માને છે.

وَمَا   عَلَیْنَا   اِلَّا   الْبَلَاغُ

‘આપણું કામ તો ફક્ત પયગામ પહોંચાડવાનું છે.’

ગો ટૂ ટોચ