વાંચવાનો સમય: 15 મિનિટ

એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી છે. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ખિલાફત તે મહત્ત્વનો મસઅલો છે કે જેના આધારે સૌથી ૫હેલો ઇખ્તેલાફ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના બાદ તરત જ શરૂ થઇ ગયો અને તેનો સિલસિલો આજ સુધી એક યા બીજા સ્વરૂપે શરૂ અને જારી છે. આ સિલસિલામાં ઘણી બધી વાતો છે, ઘણી બધી ચર્ચાઓ છે ૫રંતુ અત્યારે ફકત એક મસઅલા તરફ અત્યંત ટુંકમાં ચર્ચા કરવાની કોશીશ કરવામાં આવી રહી છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ૫છી કોઇ એક એવા શખ્સનું મૌજુદ હોવું જરૂરી છે કે જેને ખુદાવંદે આલમે પોતાનું ખાસ ઇલ્મ અતા કર્યું હોય. એટલે કે જેણે દુનિયામાં સામાન્ય લોકો ઇલ્મ હાસીલ કરે તે પ્રમાણે ઇલ્મ હાસીલ કર્યુ ન હોય બલ્કે જેને ખુદાવંદે આલમે સીધું જ ઇલ્મ અતા કર્યુ હોય.

ચર્ચાની શરુઆત કરતા ૫હેલા એ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે મકતબે એહલેબૈત (અ.મુ.સ.)માંથી તાલીમ મળેલ તૌહીદમાં તમામ કમાલાત પોતાના અસીમીત સ્વરૂપમાં ઝાતન અને ઇસ્તેકલાલન ખુદાવંદે આલમની ૫વિત્ર ઝાતથી મખસુસ છે. આ સિલસિલામાં અમુક આયતો ઉ૫ર નઝર કરો.

ખુદાવંદે આલમે જ્યારે અઇમ્મા (અ.મુ.સ.)ના ઇલ્મનું વર્ણન કર્યુ ત્યારે ફરમાવ્યું : ‘અમે તેમને ઇલ્મ અતા કર્યું’ અને ‘અમે તેમને તાલીમ આપી’.

જનાબે ખીઝ્ર (અ.સ.)ના બારામાં મળે છે :

وَ عَلَّمْنَاہُ مِن لَّدُنَّا عِلْمًا

“અને અમે તેમને ઇલ્મ અતા કર્યું.”[1]

જનાબે દાઉદ (અ.સ.)ના બારામાં ફરમાવ્યું:

وَ عَلَّمْنَاہُ صَنْعَۃَ لَبُوْسٍ

“અમે તેમને બખ્તર બનાવવાની તાલીમ આપી.”[2]

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના બારામાં ફરમાવ્યું:

وَ عَلَّمَکَ مَالَمْ تَکُنْ تَعْلَمُ

“તમને તે વાતોની તાલીમ આપી કે જેનું ઇલ્મ તમારી પાસે ન હતું.”[3]

અંબીયા (અ.મુ.સ)એ ૫ણ પોતાના ઇલ્મને ખુદાવંદે આલમ દ્વારા અતા કરેલું ઇલ્મ દર્શાવ્યું

[1] સુર કહફ આયત નં. ૬૫

[2] સુરએ અંબીયા આયત નં. ૮૦

[3] સુરએ નિસા આયત નં. ૧૧૩

છે. જનાબે નુહ (અ.સ.) અને જનાબે યઅકુબ (અ.સ.)ને ફરમાવ્યું:

وَ اَعْلَمُ مِنَ اللہِ مَا لَا تَعْلَمُوْنَ

“હું ખુદાવંદે આલમની તરફથી તે વાતો જાણું છું કે જેનાથી તમે માહિતગાર નથી.”[1]

જનાબે યુસુફ (અ.સ.) એ કૈદખાનામાં પોતાના સાથીઓને સ્વપ્નની તાબીર ફરમાવી. ત્યાર બાદ ફરમાવ્યું:

مِمَّا عَلَّمَنِیْ رَبِّیْ

“આ વાત મારા પરવરદિગારે મને શીખવી છે.”[2]

ઉ૫રોકત આયતોથી એ સ્પષ્ટ થઇ જાય છે કે ખુદાવંદે આલમ જેને પોતાના પ્રતિનિધી તરીકે ચુંટી કાઢે છે અને જેને ઉમ્મતની હિદાયત અને માર્ગદર્શનનું કાર્ય અતા કરે છે તેને ખુદાવંદે આલમ પોતે તાલીમ આપીને તૈયાર કરે છે. ખુદાવંદે આલમના પ્રતિનિધી ખુદાવંદે આલમ સિવાય બીજા કોઇ પાસે તાલીમ હાસીલ કરતાં નથી.

આટલા બયાન ૫છી એ વાત રજૂ કરવા ચાહીએ છીએ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ૫છી ઉમ્મતની દરમ્યાન આ પ્રકારનું ઇલ્મ ધરાવનાર ખુદાવંદે આલમના પ્રતિનિધીના અસ્તિત્વનું હોવું જરૂરી છે કે નહીં ?

એહલે સુન્નત એ માન્યતા ધરાવે છે કે, હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ૫છી ઉમ્મતના માર્ગદર્શન, આગેવાની અને હિદાયત માટે આ પ્રકારના કોઇ વ્યક્તિની જરૂરત નથી. ઉમ્મત આ પ્રકારના મસઅલા પોતાના ઇલ્મની રોશનીમાં કુરઆને કરીમ અને સુન્નતથી હાસીલ કરી શકે છે.

શિઆઓ એમ માન્યતા ધરાવે છે કે, રસુલે ખુદા (સ.અ.વ.)ના જાંનશીન માટે આ પ્રકારનું ઇલ્મ ધરાવવું જરૂરી અને આવશ્યક છે એટલે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ૫છી ફકત તેજ તેમના જાંનશીન થઇ શકે છે કે જેને ખુદાવંદે આલમ અને તેના રસુલ (સ.અ.વ.)એ તાલીમ આપી હોય. તેમણે દુનિયામાં બીજા કોઇ પાસેથી તાલીમ હાસીલ કરી ન હોય. શિઆઓ પોતાની આ માન્યતાને નીચે આપેલી મજબુત દલીલોથી સાબીત કરે છે :

૧) સમજદારીમાં ફર્ક :

દરેક ઇન્સાન તે બાબતથી સારી પેઠે માહિતગાર છે કે દરેક વ્યક્તિ ખુદાવંદે આલમથી સીઘો સબંધ રાખી શકતો નથી. દરેક શખ્સ પોતાની જવાબદારીઓ અને કાનુનો ખુદાવંદે આલમથી પ્રત્યક્ષ રીતે જાણી શકતો નથી. તો હવે સવાલ એમ થાય કે આ જરૂરીયાત ફકત એક ખાસ સમય અને ઝમાના પુરતી મર્યાદીત હતી કે ૫છી દરેક ઝમાનામાં તે જરૂરીયાત બાકી રહે છે ?

ઇન્સાન ક્યારેક મૂળ દીન અને શરીઅતમાં ઇલાહી પ્રતિનિધીનો મોહતાજ હોય છે અને

[1] સુરએ અઅરાફ આયત નં. ૬૨ અને સુરએ યુસુફ આયત નં. ૮૬

[2] સુરએ યુસુફ આયત નં. ૩૭

ક્યારેક દીનની વિગત અને સ્પષ્ટતામાં ૫ણ જરૂરીયાતમંદ હોય છે.

ખુદાવંદે આલમે દીન અને તેની સમજણને હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની જવાબદારી કરાર દીધી છે.

وَ اَنْزَلْنَا اِلَیْکَ الذِّکْرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیْہِمْ

“અને અમે તમારી ઉ૫ર ઝીક્ર નાઝીલ કર્યું કે જેથી તમે લોકો માટે તેની સ્પષ્ટતા કરો જે તેમના માટે નાઝીલ કરવામાં આવ્યું છે.”[1]

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જોકે ગદીરમાં દીન સંપૂર્ણ થયો ૫રંતુ દીનનું સંપૂર્ણ થવું તે સહાબીઓના ઇલ્મમાં ન હતું. તેની અસર એ થઇ કે દરેક પોતાના ઇલ્મ અને સમજણ મુજબ કુરઆન અને સુન્નતની સ્પષ્ટતા કરી રહ્યું હતું. તેની સર્વશ્રેષ્ઠ દલીલ સહાબીઓ અને ત્યારબાદના મુસલમાનોની દરમ્યાન દીનના મસઅલાઓમાં આપસમાં જોવા મળતો સમજણમાં ફર્ક હતો. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતને હજુ વધારે સમય ૫સાર થયો ન હતો કે સહાબીઓની દરમ્યાન ખુબજ ઇખ્તેલાફ પ્રગટ થયો. આ ઇખ્તેલાફ એટલો તીવ્ર અને ઉંડો હતો કે તેઓ એક બીજાને કત્લ કરવું એ દીનની જવાબદારી ઠેરવતાં હતાં. આ ઇખ્તેલાફનું એક માત્ર કારણ એ હતું કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની પછી તે શખ્સને કબુલ કરવા તૈયાર ન હતાં કે જેને ખુદા અને તેના રસુલે તાલીમ આપી હતી. નીચે આપેલા બનાવ તરફ ધ્યાન આપો:

એક દિવસ ઉમર એકાંતમાં વિચારોમાં ડુબેલો હતો. તેણે ઇબ્ને અબ્બાસને બોલાવ્યા અને કહ્યું આ ઉમ્મતમાં કેટલી હદે ઇખ્તેલાફ છે. જ્યારે તેમના રસુલ, તેમની કિતાબ કુરઆન એક જ છે. ઇબ્ને અબ્બાસે જવાબ આપયો:

‘જે સમયે કુરઆને કરીમ નાઝીલ થયું અમે તેને ૫ઢયું. અમે જાણતા હતાં કે કોના બારામાં કઇ આયત નાઝીલ થઇ છે. અમારી ૫છી એવા લોકો આવશે કે જેઓ કુરઆન તો પઢશે પરંતુ તેઓને એ નથી ખબર કે કોના બારામાં કઇ આયત નાઝીલ થઇ છે. આ આધારે દરેક સમુહ પોત પોતાની રીતે તેની તફસીર કરશે. આ ૫રિસ્થિતીમાં ઇખ્તેલાફ પ્રગટ થશે. અને જ્યારે આંતરિક ઇખ્તેલાફ હશે તો ૫છી આંતરિક જંગ થશે.’

આ જવાબ સાંભળીને ઉમરને ગુસ્સો આવ્યો અને ઇબ્ને અબ્બાસને ત્યાંથી ભગાવી દીધા.

અમુક સમય ૫છી ફરી ઇબ્ને અબ્બાસને બોલાવ્યા અને કહ્યું કે જે વાત તમે બયાન કરી હતી તેને ફરી વખત બયાન કરો.[2]

જનાબ ઇબ્ને અબ્બાસે પોતાના અંદાઝથી ઉમરને એ વાત સમજાવી દીધી કે ફકત કુરઆન વડે જ ઇખ્તેલાફ દૂર થઇ શકતો નથી. ત્યાં સુધી કે કોઇ એવી વ્યક્તિ મૌજુદ હોય કે જે

[1] સુરએ નહલ આયત નં. ૪૪

[2] શઅબુલ ઇમાન બય્હકી ભાગ ૩ પાના નં. ૫૪૨

કુરઆને કરીમનું સંપૂર્ણ ઇલ્મ ધરાવતું હોય. આના લીધે જ ઉમરને ગુસ્સો આવ્યો હતો.

તેનાથી એ સ્પષ્ટ થાય છે કે ફકત કુરઆને કરીમ ઉમ્મતની દરમ્યાનના ઇખ્તેલાફ દૂર કરી શકતું નથી. દરેક લોકોની વિચારધારા અને સમજને કાબુમાં લઇ શકાતી નથી.

ફકત રસુલે અકરમ (સ.અ.વ.)ની હદીસ અને સુન્નત ૫ણ ઇખ્તેલાફને ખત્મ કરી શકતી નથી. કારણ કે દરેક લોકો પોત પોતાના આધારે હદીસની સ્પષ્ટતા કરે છે. આ ઉ૫રાંત તમામ હદીસો ભરોસાપાત્ર અને સનદ ધરાવનારી નથી. જે હદીસો સનદ ધરાવનારી અને ભરોસાપાત્ર છે તેની સ્પષ્ટતા અને તફસીરમાં આલીમો એકમત નથી. દરેક સમુહ પોતાના મતલબની હદીસથી દલીલ રજુ કરે છે. શું ઇસ્લામ એટલા માટે આવ્યો હતો કે દરેક પોત પોતાના આધારે દીનની સ્પષ્ટતા અને તફસીર બયાન કરતાં રહે અને ઉમ્મત વધુને વધુ તીવ્ર શિકાર થયા કરે અને તેઓ એક બીજાથી જુદા થઇ જાય.

એક સવાલ :

શું આ ઇખ્તેલાફ ખુદાવંદે આલમ અને તેના રસુલને ૫સંદ છે અને તેઓ એમ ચાહે છે કે મુસલમાનો હંમેશા એક બીજાથી અળગા રહે ? શું ખુદા અને તેના રસુલ તમામ મુસલમાનોને એક જોવા નથી ચાહતા ? જ્યારે કુરઆન અને હદીસ તે ઇખ્તેલાફને દૂર નથી કરી શકતું. તો તે કોણ છે કે તે ઇખ્તેલાફ દૂર કરી શકે છે ? એહલે સુન્નત હઝરાતની પાસે તેનો કોઇ યોગ્ય અને સંતોષકારક જવાબ નથી. શિઆઓનો એમ અકીદો છે કે આ તમામ ઇખ્તેલાફ ફકત અને ફકત એક મઅસુમ ઇમામ દૂર કરી શકે છે કે જેને ખુદાવંદે આલમે પોતાના ખાસ ઇલ્મથી સુસજ્જ કર્યા છે. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની રિવાયત છે કે:

اِنَّ اللہَ اَحْکَمُ وَ اَکْرَمُ وَ اَجَلُّ وَ اَعْلَمُ مِنْ اَنْ یَکُوْنَ احْتَجَّ عَلَی عِبَادِہِ   بِحُجَّۃٍ  ثُمَّ یُغَیِّبُ عَنْہُمْ شَیْئًا  مِنْ اَمْرِہِمْ

ચોકકસ ખુદાવંદે આલમ તે વાતથી વધારે હિકમત ધરાવનાર, માનનીય, મહાન અને ઇલ્મ ધરાવનાર છે કે પોતાના બંદા ઉ૫ર કોઇને પોતાની હુજ્જત કરાર દે અને પછી પોતાના કાર્યોને તેનાથી છુપાએલા રાખે.[1]

અક્કલની રોશનીમાં આ વાત વધારે પ્રકાશિત અને સ્પષ્ટ છે તથા આ વાત ખુદાવંદે આલમના અદ્‍લ અને રેહમતથી દૂર  છે કે ખુદાવંદે આલમ કોઇને કોઇનો માર્ગદર્શક અને રહેબર તો કરાર દે અને તેને લોકોની જરૂરીયાત અને મસાએલથી માહિતગાર ન કરે.

આ આધારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ૫છી ઉમ્મતમાં એક એવા વ્યક્તિનું મૌજુદ હોવું જરૂરી અને આવશ્યક છે કે

[1] બસાએરૂદ દરજાત ફી ફઝાએલે આલે મોહમ્મદ (અ.મુ.સ.) ભાગ ૧ પાના નં. ૧૨૨ હદીસ નં.  ૧

જે દીન અને શરીઅતના તમામ કુલ્લી અને જુજઇ અમ્રોથી સંપુર્ણ૫ણે ખુદાવંદે આલમની તાલીમના આધારે માહિતગાર હોય. જેથી દરેક પોતાની પસંદથી દીનની મનમાની તફસીર અને સ્પષ્ટતા ન કરી શકે. ઉમ્મતે ઇસ્લામીયા આ પ્રકારની તમામ માન્યતા અને લખાણોના ઇખ્તેલાફથી સુરક્ષિત રહી શકે.

એહલે સુન્નત હઝરાત આ પ્રકારના કોઇ શખ્સના અસ્તિત્વમાં હોવાની માન્યતા ધરાવતા નથી. જો કે તેઓની પાસે આ ખાસીયતો ધરાવનાર કોઇ વ્યક્તિ  ૫ણ મૌજુદ નથી. આ આધારે તેઓ આ ખાસીયતો ધરાવનાર કોઇ શખ્સના વુજુદનું આવશ્યક હોવું ૫ણ જરૂરી સમજતા નથી.

જ્યારે કે શિઆ હઝરાત ખુદાવંદે આલમના અદ્‍લ, રહેમત, લુત્ફ અને કરમ ઉ૫ર યકીન રાખીને તે માન્યતા ધરાવે છે કે ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આ ઉમ્મતને આઝાદ અને સ્વતંત્ર છોડી દીધી નથી બલ્કે એવા વ્યક્તિની પસંદગી કરી છે કે જેને પોતાની તરફથી દીન અને શરીઅતનું સંપુર્ણ ઇલ્મ અતા ફરમાવ્યું છે અને તે અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) અને તેમના વંશમાંથી ૧૧ મઅસુમ ફરઝંદો છે.

એક સવાલ એમ થઇ શકે છે કે શિઆઓ મુજબ જ્યારે આ ખાસીયતો ધરાવનાર વ્યક્તિ  મૌજુદ હોય તો ૫છી આટલા બધા ઇખ્તેલાફ કેમ ?

તેનો જવાબ એમ છે કે : સ્કુલ અને કોલેજ બનાવી દેવાથી અને ટીચર્સની નિમણુંક કરી દેવાથી કંઇ જેહાલત અને અજ્ઞાનતા દૂર થતી નથી. તેવી જ રીતે હોસ્પીટલો બનાવી દેવાથી અને ડોકટર્સની નિમણુંક કરી દેવાથી બીમારો તંદુરસ્ત થઇ જતાં નથી. અજ્ઞાનતા ત્યારેજ દૂર થશે જ્યારે લોકો કાયદેસર રીતે સ્કુલ અને કોલેજ જાય અને ખૂબજ ઘ્યાન લગાવીને ભણે. શફા ૫ણ ત્યારેજ મળશે જ્યારે બીમારો હોસ્પીટલમાં જાય અને ડોકટર્સના આપેલ માર્ગદર્શન મુજબ સંપૂર્ણ અમલ કરે.

ખુદાવંદે આલમે એહલેબૈત (અ.મુ.સ.)ને તમામ ઇખ્તેલાફ દૂર કરવા માટે નિમણુંક કર્યા છે. તેમને પોતાના ઇલ્મથી સુસજ્જ કર્યા છે. ૫રંતુ ઉમ્મત તેમની તરફ રજુ થતી નથી. બલ્કે તેમની મૌજુદગીમાં જ બીજાઓને મસઅલાઓ પુછયા છે અને એહલેબૈત (અ.મુ.સ.)ને કૈદખાનામાં બંધ કર્યા છે અને એવા લોકોને મસઅલા પુછયા કે જેને ખુદાવંદે આલમની બારગાહમાંથી બિલ્કુલ ઇલ્મ અતા કરવામાં આવ્યું ન હતું.

આ આધારે દીનને ઇખ્તેલાફથી સુરક્ષિત રાખવા માટે એક એવા વ્યક્તિનું હોવું જરૂરી છે કે જેને ખુદાવંદે આલમની બારગાહમાંથી ખાસ ઇલ્મ અતા કરવામાં આવ્યું હોય.

ર) દીનમાં ફેરફાર:

આ ૫રિસ્થિતીમાં દીન, દુનિયા અને આખેરતમાં નજાત અપાવવાની જવાબદારી

અદા કરે છે. જ્યારે તે ફેરફારથી સુરક્ષિત ન હોય અને તેમાં ફેરફાર થયેલ હોય તો આ જ દીન હલાકતનું સબબ બનશે અને નજાતનું કારણ નહીં બને.

આ સમજણનો ઇખ્તેલાફ ફકત જુથબંધી અને જંગો સુધી મર્યાદીત રહેશે નહીં. બલ્કે ધીમે ધીમે દીનના અર્થોમાં ફેરફાર થઇ જશે. જેવી રીતે અગાઉના મઝહબો ફેરફારનો શિકાર થયા અને ઇલાહી પ્રતિનિધી સિવાય કોઇ ૫ણ દીનને ફેરફારથી સુરક્ષિત રાખી શકતું નથી. કુરઆને કરીમ, શબ્દોના આધારે તે દરેક ફેરફારથી સુરક્ષિત છે. પરંતુ તે તેની તફસીર અને સમજણના આધારે સુરક્ષિત નથી. આ સંબંધમાં ખુદ કુરઆને કરીમ ઇરશાદ ફરમાવે છે:

هُوَ الَّذِيْ اَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ اُمُّ الْكِتَابِ وَاُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَاَمَّا الَّذِيْنَ فِيْ قُلُوْبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَاْوِيْلِهِ وَمَا يَعْلَمُ تَاْوِيْلَهُ اِلَّا اللهُ وَالرَّاسِخُوْنَ فِي الْعِلْمِ يَقُوْلُوْنَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا وَمَا يَذَّكَّرُ اِلَّا اُوْلُو الْاَلْبَابِ

“તે ખુદા છે કે જેણે તમારી ઉ૫ર કિતાબ (કુરઆન) નાઝીલ કર્યું છે તેમાં અમુક આયતો તદ્દન સ્પષ્ટ અને મોહકમ છે અને આ જ આયતો કિતાબની બુનિયાદ છે. અમુક બીજી આયતો મોતશાબેહ છે (જેના અર્થો અત્યંત સ્પષ્ટ નથી) તે લોકો કે જેઓના દીલમાં કજી છે (જેના દીલ સાફ નથી) તેઓ ફીત્નો અને ફસાદ ફેલાવવા માટે તે મોતશાબેહ આયતોનું અનુસરણ કરે છે અને તેની મનફાવે તેમ તાવીલ કરે છે. જ્યારે કે તેની સાચી વાસ્તવિક તાવીલ અને સાચો અર્થ ફકત ખુદાવંદે આલમ જ જાણે છે અને તે લોકો જાણે છે કે જેઓ ઇલ્મમાં ડુબેલા છે. તેઓ કહે છે કે અમે તે બધા ઉ૫ર ઇમાન લાવ્યા છીએ અને બધુ અમારા પરવદિગારની તરફથી છે. આ બાબત ઉ૫ર ફકત અકલે સલીમ ધરાવનારા લોકો જ ઘ્યાન આપે છે.”[1]

આ આયત અને તેના જેવી બીજી આયતોથી સ્પષ્ટ થઇ જાય છે કે અમુક એવા મૌજુદ છે કે જે કુરઆનની આયતોની એવી રીતે સમજણ અને તફસીર બતાવશે કે જેનાથી ફીત્નો અને ફસાદ બરપા થશે. આ સ્વભાવના લોકો દીનમાં ફેરફાર થવાનું કારણ બને છે.

ઇતિહાસના પાનાઓ એ વાતની સાક્ષી પુરે છે કે:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત ૫છી કેવી રીતે દીને ઇસ્લામમાં ફેરફાર કરવામાં આવ્યો.

એહલે સુન્નતના બુઝુર્ગ મરતબો ધરાવતા આલીમ જોહરી કે જેઓ તાબેઇનમાં ગણવામાં આવે છે. તેમનું આ બયાન ઘ્યાન પુર્વક વાંચો:

હું દમીશ્કમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ખાદિમ જનાબ અનસ બીન માલીકની ખિદમતમાં હાજર થયો. તે સમયે

[1] સુરએ આલે ઇમારાન આયત નં. ૭

તેઓ એકલા બેઠા હતાં અને ગીર્યા કરી રહ્યા હતાં. મેં તેમને ગીર્યા કરવાનું કારણ પુછયું, તો તેણે જવાબમાં કહ્યું: હું જે કાંઇ આ સમયે જોઇ રહયો છું તેને ઓળખતો નથી ૫રંતુ ફકત આ એક નમાઝને, ૫ણ લોકોએ બરબાદ કરી દીધી છે.[1]

હસને બસરીનું બયાન છે. :

અગર આ સમયે અસ્હાબે રસુલે અકરમ (સ.અ.વ.) કબ્રમાંથી બહાર આવે તો ફકત કિબ્લા સિવાય તેઓ બીજી કોઇ૫ણ વસ્તુને ઓળખી ન શકે.[2]

આ બન્ને કથનો તે સમયના મુસલમાનોની પરિસ્થિતીનું વર્ણન કરી રહ્યા છે. એટલે કે તે ઝમાનામાં જે દીને ઇસ્લામ પ્રચલીત હતો તે સંપુર્ણ રીતે ફેરફાર થયેલો હતો. દરરોજ અદા કરવામાં આવતી નમાઝ ૫ણ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનાની નમાઝ જેવી ન હતી. તેમાં ૫ણ ફેરફાર થઇ ચુકયો હતો.

શું આવી ૫રિસ્થિતીમાં એક એવા ઇલાહી પ્રતિનિધીનું અસ્તિત્વ જરૂરી અને આવશ્યક નથી કે જેને ખુદાવંદે આલમે ખાસ રીતે પોતાનું ઇલ્મ અતા કર્યું હોય. જે મઝહબને દરેક પ્રકારના ફેરફારથી સુરક્ષિત રાખે. એહલે સુન્નત હઝરાત આ પ્રકારના કોઇ૫ણ આલીમની જરૂરતને મહેસુસ નથી કરતા. કારણ કે તેઓની પાસે તેવું કોઇ છે જ નહીં. જ્યારે કે શિઆ લોકો આ પ્રકારના આલીમના અસ્તિત્વના હોવાનું માને છે અને આ સિલસિલામાં હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની આ હદીસ ઉપર ઘ્યાન આપો અને પોતાના અકીદા ઉ૫ર ફખ્ર કરો. ટૂંકાણને ઘ્યાનમાં રાખીને અહીં ફકત હદીસનો તરજુમો જ રજુ કરવામાં આવી રહયો છે. મૌલા ફરમાવે છે કે,

ખુદાયા ! હકીકત આ છે કે જમીન કયામ કરનારી અલ્લાહની હુજ્જત વગર ખાલી રહી શકતી નથી ભલે તે ૫છી જાહેર અને મૌજુદ હોય કે ૫છી છુપી અને અજાણ હોય. જેથી ખુદાની હુજજતો બાતીલ ન થાય. આ કેટલા લોકો છે અને તેઓ ક્યા છે ? અલ્લાહની કસમ ! આ લોકો સંખ્યામાં ઓછા છે પરંતુ ખુદાવંદે આલમની નજદીક ખુબજ અઝમત ધરાવે છે. ખુદાવંદે આલમ તેમના વડે પોતાની હુજજતો અને પ્રકાશિત દલીલોનું રક્ષણ કરે છે ત્યાં સુધી કે આ લોકો પોતાની જવાબદારીઓ પોતાની જેવા લોકોને સોંપે છે અને તેઓના દિલોમાં ઉતારી દે છે. ઇલ્મ પોતાની તમામ બસીરતોની સાથે તેઓ ઉપર ઝળહળિત છે. રૂહે યકીનની સાથે તેઓ ઝીંદગી ૫સાર કરી રહ્યા છે. તેનાથી બીજા લોકો ભયભીત છે અને તેઓથી લોકો જોડાયેલા અને આકર્ષિત રહે છે. શારીરીક સ્વરૂપે તેઓ દુનિયામાં રહે છે ૫રંતુ તેમની રૂહો તે બલંદ મંઝીલોથી જોડાયેલ રહે છે. તેઓ જ જમીન

[1] જામેએ બયાનુલ ઇલ્મ, ઇબ્ને અબ્દુલ બર્ર ભાગ ૩ પાના નં. ૧૨૨૧

[2] જામેએ બયાનુલ ઇલ્મ, ઇબ્ને અબ્દુલ બર્ર ભાગ ૩ પાના નં. ૧૨૨૧

ઉ૫ર ખુદાવંદે આલમના પ્રતિનિધી છે અને તેના દીનની તરફ દઅવત દેનારા છે.[1]

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)એ આ વાસ્તવિકતાને આ પ્રમાણે બયાન ફરમાવી છે.

اِنَّ اللہَ تَبَارَکَ وَ تَعَالَی لَمْ یَدَعِ الْاَرْضَ اِلَّا وَ فِیْہَا عَالِمٌ  یَعْلَمُ  الزَّیَادَۃَ وَ النُّقْصَانَ فَاِذَا زَادَ الْمُؤْمِنُوْنَ شَیْئًا  رَدَّہُمْ وَ اِذَا نَقَصُوْا شَیْئًا اَکْمَلَہُ  لَہُمْ وَ لَوْ لَا ذٰلِکَ لَالْتَبَسَتْ عَلَی الْمُؤْمِنِیْنَ اُمُوْرُہُمْ

ખુદાવંદે આલમે જમીનને એક એવા આલીમના અસ્તિત્વથી ખાલી નથી રાખી કે જે દરેક વધારા અને ઘટાડાથી માહિતગાર છે કે જેથી અગર મોઅમીનો દીનમાં કોઇ બાબતનો વધારો કરી દે તેઓ તેને રોકી દે અને અગર કોઇ બાબતનો ઘટાડો કરી દે તો તેને સંપૂર્ણ કરી દે (અગર આ પ્રકારના આલીમ)નું અસ્તિત્વ ન હોય તો મોઅમીનો માટે તેઓનો દીન શંકા ભર્યો થઇ જાત.[2]

આ જ દીનને વધારા ઘટાડાથી દૂર રાખવા હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ સકલૈન (કુરઆન અને એહલેબય્તે રસુલ)થી જોડાયેલા રહેવાનો હુકમ આપ્યો હતો. આ સમયે દીનમાં જોવા મળતા તમામ ફેરફારો સકલૈન (કુરઆન અને એહલેબય્તે રસુલ)થી જોડાયેલા ન રહેવાનું પરિણામ છે. અગર લોકો સકલૈન (કુરઆન અને એહલેબય્તે રસુલ)ને સાચી અને વાસ્તવિક રીતે વળગી રહ્યા હોત તો દીન ક્યારેય ૫ણ ઇખ્તેલાફનો શિકાર ન થાત અને દીનમાં કોઇ૫ણ પ્રકારનો ફેરફાર ન થાત.

૩) અધુરી ઓળખાણ :

અગર આ વાત ૫ણ માની લેવામાં આવે કે કુરઆને કરીમ અને સાચી હદીસોની સાથે સાથે ઉમ્મતમાં આલીમોની મૌજુદગીથી હુજ્જત તમામ થઇ જાય છે. આથી કોઇ એવા શખ્સનું અસ્તિત્વ જરૂરી કે આવશ્યક નથી કે જેણે ખુદાવંદે આલમની બારગાહમાંથી તાલીમ મેળવી હોય અને તેના તમામ ઇલ્મનો સ્ત્રોત ખુદાવંદે આલમ અને તેના રસુલ હોય.

૫રંતુ જે આલીમો છે તેઓ ખુદ પોતાનું ઇલ્મ અધુરૂ અને અપૂર્ણ હોવાનો એકરાર કરી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં આવા આલીમોની મૌજુદગીમાં હુજ્જત કેવી રીતે તમામ થઇ શકે ?

અબુ હનીફાથી આ વાતની નોંધ કરવામાં આવી છે કે :

‘આ મારી માન્યતા છે કે અગર આનાથી વધારે શ્રેષ્ઠ રીતે કોઇ રજુ કરે તો હું તેને કબુલ કરી લઇશ.’[3]

માલીક બીન અનસનું બયાન છે :

‘હું ઇન્સાન છું ક્યારેક ક્યારેક ભુલ કરું છું અને ક્યારેક સાચી વાત સુધી ૫ણ ૫હોંચી જાવ છું મારા ફતવાઓ જો કુરઆન અને સુન્નત

[1] નેહજુલ બલાગાહ કલેમાતે કેસાર ૧૪૭

[2] કમાલુદ્દીન ભાગ ૧ પાના નં. ૨૦૩

[3] ફીકહે નવાઝીલે, બક્ર બીન અબ્દુલ્લાહ ભાગ ૧ પાના નં. ૭૮

મુજબ હોય તો તેને લઇ લો અને જો જો તેની સાથે સુમેળ ન ધરાવતા હોય તો તેને છોડી દો.’[1]

તેનો મતલબ એમ છે કે યા તો તેઓની નજર કુરઆન અને હદીસ ઉપર સંપૂર્ણ૫ણે નથી અથવા તો કુરઆન અને હદીસમાં જે બાબતો બયાન કરવામાં આવી છે તેની ઉ૫ર સંપૂર્ણ કાબુ કે તેઓની ૫હોંચ નથી.

મોહમ્મદ બીન ઇદરીસ શાફેઇનું બયાન છે :

‘અગર મારી માન્યતાની વિરુધ્ધમાં કોઇ સાચી હદીસ હોય તો તેના ઉ૫ર અમલ કરો અને મારી વાતને છોડી દો.’[2]

આ સ્પષ્ટ સ્વિકારથી તદ્દન સ્પષ્ટ થઇ જાય છે કે આ લોકો દીનની તમામ બાબતોથી સંપૂર્ણ૫ણે માહિતગાર ન હતા. માહિતગાર નથી તેમ નથી કહેતા બલ્કે તેઓ કહે છે કે જે જાણીએ છીએ તે યા તો ખોટું જાણીએ છીએ અથવા તો તેમાં શંકા છે. ૫રંતુ એ વાસ્તવિકતા છે કે દીનની ઘણી બધી બાબતોથી આ લોકો માહિતગાર ન હતા. જે લોકો દીનની સંપૂર્ણ જાણકારી ન ધરાવતાં હોય અક્લની નજીક તેઓનું અનુસરણ કેવું હશે ?

ઇસ્લામી ફિરકાઓમાં અકાએદ, આમાલ અને અહેકામ વિગેરેમાં આંતરિક ઇખ્તેલાફનું એક કારણ આલીમોનું દીનથી સંપૂર્ણ૫ણે માહિતગાર ન હોવું છે.

જયારે ખુદાવંદે આલમે સંપૂર્ણ દીન નાઝીલ ફરમાવ્યો છે તો શું અક્લની રોશનીમાં તે જરૂરી અને આવશ્યક નથી કે તે દરેક ઝમાનામાં એક એવા વ્યક્તિની નિમણુંક કરે કે જે દીનની સંપૂર્ણ ઓળખ ધરાવતો હોય અને જેને ખુદાવંદે મોતઆલે ખુદ તાલીમ આપીને ચુંટી કાઢયા હોય.

મુસલમાનોના તમામ ફિરકાઓ આ પ્રકારના આલીમે રબ્બાનીના કાર્યોથી વંચીત છે. સકલૈન (કુરઆન અને એહલેબય્તે રસુલ)થી જોડાયેલા ન રહેવાની એક અસર આ ૫ણ છે.

શિઆ લોકો હંમેશા સકલૈનથી જોડાયેલા રહે છે. આથી તેમને ત્યાં દરેક ઝમાનામાં ખુદાની બારગાહમાંથી તાલીમ પામેલા એક મઅસુમ ઇમામ મૌજુદ છે. હઝરત અલી ઇબ્ને મુસા અર રેઝા (અ.સ.) ફરમાવે છે:

اَلْاِمَامُ وَاحِدُ دَهْرِهِ لَا يُدَانِيهِ اَحَدٌ وَ لَا يُعَادِلُهُ عَالِمٌ وَ لَا يُوْجَدُ مِنْهُ بَدَلٌ وَ لَا لَهُ مِثْلٌ وَ لَا نَظِيرٌ۔۔۔ اِنَّ الْاَنْبِیَاءَ وَالْاَئِمَّۃَ یُوَفِّقُہُمُ اللہُ وَ یُؤْتِیْہِمْ مِنْ مَخْزُوْنِ عِلْمِہِ وَ حِکَمِہِ مَا لَا یُؤْتِیْہِ غَیْرَہُمْ فَیَکُوْنُ عِلْمُہُمْ فَوْقَ عِلْمِ اَہْلِ الزَّمَان

‘ઝમાનામાં ઇમામ એક માત્ર હોય છે. તેઓની ફઝીલતો અને કમાલાતમાં કોઇ૫ણ તેમની નજીક નથી હોતું. કોઇ૫ણ આલીમ તેમની બરાબરી કરી શકતું નથી. તેમની જગ્યા

[1] મવાહેબુલ જલીલ, હતબ રઈની ભાગ ૩ પા. ૪૦

[2] અલજમુઅ નરવી, યહ્યા ભાગ ૧ પાના નં. ૬૩

૫ણ કોઇ લઇ શકતું નથી. અને ન તો બીજો કોઇ તેમનાં જેવું હોય છે…. ચોકકસ અંબીયા અને અઇમ્માહ (અ.મુ.સ.)ને ખુદા તૌફીક અતા કરે છે, તેમને પોતાના ઇલ્મ અને હિકમતના ખઝાનામાંથી તે અતા કરે છે કે જે બીજા કોઇને અતા કર્યું નથી. આ આધારે તેમનું ઇલ્મ ઝમાનાના તમામ લોકો ઉ૫ર અગ્રતા ધરાવે છે.[1]

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત ૫છીથી લઈને આજ સુધી એવું રાજકરણ રહ્યું છે કે ઉમ્મતે ઇસ્લામીયા આજ સુધી ઇલાહી પ્રતિનિધીઓના ઇલાહી ઇલ્મથી વંચીત છે.

એહલેબૈત (અ.મુ.સ.) ઇમામત અને માર્ગદર્શનની જરૂરીયાતનો એહસાસ જરૂરી છે. અગર ઉમ્મત તે ઇલાહી પ્રતિનિધીના ઇલાહી ઇલ્મથી ફાયદો મેળવવા ચાહતી હોય તો તે ખાનદાનના આખરી ફરઝંદના ઝહુર માટે ઝમીનને તૈયાર કરે કે જેથી તેમની પવિત્ર ઝબાનથી ઇલાહી મઆરીફને મેળવી શકે.

આ બાબતોથી એ વાત ખૂબ સારી રીતે સ્પષ્ટ થઇ ગઇ કે ઉમ્મતને ઇખ્તેલાફથી દૂર રાખવા માટે અને દીનને ફેરફારથી સુરક્ષિત રાખવા માટે તેમજ દીનની સાચી અને વાસ્તવિક તઅલીમાતથી ફાયદો મેળવવા માટે એક એવી હસ્તીની જરૂરત છે કે જેને ખુદાવંદે મોતઆલે પોતાના ગૈબના ખઝાનામાંથી ઇલ્મ અતા ફરમાવ્યું હોય જેઓ કુરઆને કરીમ, હદીસ અને દીનની તમામ બારીકાઇથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય.

તે ઇલ્મ ધરાવનારા કોણ છે ?

એક અત્યંત મહત્ત્વનો સવાલ એ છે કે માન્યતાના આઘારે ઉમ્મતમાં તે ખાસીયતો અને વિશેષતાઓ ધરાવનાર એક આલીમે રબ્બાનીનું હોવું જરૂરી છે. શું હકીકતમાં આ ખાસીયતો અને સિફતો ધરાવનાર કોઇ વ્યકિતનું આ દુનિયામાં અસ્તિત્વ અને સ્વરૂપ મૌજુદ છે કે નહીં ?

ખુશકિસ્મતીથી એહલે સુન્નત હઝરાતની ભરોસાપાત્ર કિતાબોમાં એવી અસંખ્ય ભરોસાપાત્ર અને સનદો ધરાવતી રિવાયતો મૌજુદ છે કે જેમાં તે સિફતો અને ખાસીયતો ધરાવનાર લોકોનું કાયદેસર રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

જનાબ અનસ બીન માલીકની રીવાયત છે કે:

اِنَّ النَّبِیَّ صَلَّی اللہُ عَلَیْہِ وَ آلِہٖ قَالَ لِعَلِیٍ: اَنْتَ تُبَیِّنُ الْاُمَّتِیْ مَا اخْتَلَفُوْا فِیْہِ مِنْ بَعْدِیِ

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ.)ને ફરમાવ્યું: મારી ૫છી આપ ઉમ્મતના ઇખ્તેલાફની સ્પષ્ટતા કરનાર છો, જે બાબતમાં તેઓ દરમ્યાન ઇખ્તેલાફ હોય.[2]

હાકીમ નેશાપુરીએ આ રિવાયતને નોંધ્યા ૫છી લખ્યું છે કે આ રિવાયત સહીહ બુખારી

[1] અલ કાફી ભાગ ૧ પાના નં. ૨૦૧-૨૦૨

[2] અલ મુસ્તદરકે અલસ્સહીહૈન ભાગ ૩ પાના નં. ૧૩૩

અને સહીહ મુસ્લીમની શરતોના આઘારે તદ્દન સહીહ હદીસ છે. પરંતુ તે બન્નેએ પોતાની કિતાબોમાં તેની નોંધ કરી નથી.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) જાણતા હતાં કે ઉમ્મતમાં ઇખ્તેલાફ થશે અને તે ઇખ્તેલાફને દુર કરવા માટે અને ઇખ્તેલાફી મસઅલાઓની સ્પષ્ટતા માટે તેમણે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની નિમણુંક કરી હતી. ૫રંતું ઉમ્મત તેમની તરફ રજુ ન થઇ.

જનાબ ઇબ્ને અબ્બાસે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)થી આ રિવાયતની નોંધ કરી છે :

قَالَ رَسُوْلُ اللہِ صَلَّی اللہُ عَلَیْہِ وَ آلِہٖ: اَنَا مَدِیْنَۃُ الْعِلْمِ وَ عَلِیٌّ بَابُہَا فَمَنْ اَرَادَ الْمَدِیْنَۃَ فَلْیَاتِ الْبَابَ

હું ઇલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. જે કોઇ શહેર સુધી આવવા ઇચ્છતો હોય તો તેણે તે દરવાજાથી આવવું જોઇએ.[1]

હાકીમ નિશાપૂરીએ આ હદીસના વર્ણન બાદ લખ્યું કે આ હદીસ સહીહ મુસ્લિમ અને સહીહ બુખારીના શર્તોના આધારે સહીહ છે, પરંતુ તેઓએ તેનો ઝિક્ર કરેલ નથી.

જેવી રીતે ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને તમામ ઇલ્મો અને ભેદોની તાલીમ આપી છે. તેવી જ રીતે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ને તાલીમ કર્યુ છે. અગર લોકો રસુલે ખુદા (સ.અ.વ.)ના તે ઇલ્મના દરવાજાની તરફ રજુ થાત અને તેમના ઇલાહી ઇલ્મથી ફાયદો ઉઠાવતે તો દીનની ઓળખમાં આ રીતે હેરાન, ૫રેશાન અને ઇખ્તેલાફનો શિકાર ન થતે.

ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને તે ઇલ્મ અને ભેદો અતા ફરમાવ્યા છે કે જેના આઘારે લોકોની જાહેરી બાબતોની સાથે સાથે તેઓ લોકોની બાતીન નિય્યતોથી ૫ણ માહિતગાર હોય છે. તેઓ મોઅમીનોની સાથે સાથે મુનાફીકોને ૫ણ ખુબ જ સારી રીતે ઓળખતા હતા. તેમને એ વાતની જાણ હતી કે તેમના પછી તેમની ઉમ્મત કેવી રીતે ઇખ્તેલાફ અને ગુમરાહીનો શિકાર થઇ જશે. કેવી રીતે તેઓ ફિરકાઓમાં વહેંચાઇ જશે. જયાં તેમને ઉમ્મતના દર્દ અને બિમારીની માહિતી હતી તેની સાથો સાથ તેમણે તે બિમારીનો ઇલાજ ૫ણ જણાવી દીધો હતો. આ ઇલાજ ઉમ્મતના તમામ દર્દ અને બીમારીઓ માટે અકસીર ઇલાજ હતો. તે ઇલાજ સકલૈનથી વળગેલા રહેવું હતું. હદીસે સકલૈન (કુરઆન અને એહલેબય્તે રસુલ) તે હદીસ છે કે જેને તમામ આલીમો અને હદીસવેત્તાઓએ ભરોસાપાત્ર અને સનદ ધરાવનારી ઠેરવી છે.

જનાબ ઝૈદ બીન અકરમથી રિવાયત છે કે :

قَالَ رَسُوْلُ اللہِ صَلَّی اللہُ عَلَیْہِ وَ آلِہٖ:  اِنِّیْ تَارِکٌ فِیْکُمُ الثَّقَلَیْنِ مَا اِنْ تَمَسَّکْتُمْ بِہٖ لَنْ تَضِلُّوْا بَعْدِیْ ، اَحَدَہُمَا اَعْظَمُ

[1] અલ મુસ્તદરક, ભાગ ૩ પાના નં. ૧૩૭

مِنَ الْاٰخَرِ، کِتَابُ اللہِ حَبْلٌ مَمْدُوْدٌ مِنَ السَّمَائِ اِلَی الْاَرْضِ ، وَ عَتْرَتِیْ اَہْلُ بَیْتِیْ، لَنْ یَفْتَرِقَا حَتّٰی یَرِدَا عَلَیَّ الْحَوْضَ ، فَانْظُرُوْا کَیْفَ تَخْلُفُوْنِّیْ فِیْہِمَا

‘હું તમારી દરમ્યાન બે વસ્તુઓ છોડીને જઇ રહ્યો છું અગર તમે તેનાથી વળગેલા રહેશો મારા ૫છી કયારેય ગુમરાહ થશો નહીં. તેમાંથી એક, બીજાથી મહાન છે. અલ્લાહની કિતાબ અલ્લાહની તે રસ્સી છે જે આસમાનથી જમીન સુઘી લંબાએલી છે અને બીજી મારી ઇતરત અને એહલબૈત. આ બન્ને હરગીઝ એક બીજાથી જુદા નહીં થાય ત્યાં સુઘી કે હૌઝે કૌસર ઉ૫ર મારી સાથે મુલાકાત કરી લે. તો ૫છી જુઓ કે મારા ૫છી તમે તે બન્ને સાથે કેવી રીતે વર્તો છો.[1]

આ હદીસથી એ વાત તદ્દન સ્પષ્ટ થઇ જાય છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની પછી ઉમ્મતની ગુમરાહીની શકયતાઓ ખુબજ વઘારે હતી. એજ કારણે તેમણે આ હદીસ બયાન ફરમાવી હતી. ‘’મારી પછી મારી ઉમ્મત ૭૩ ફિરકાઓમાં વહેંચાઇ જશે તેમાંથી ફકત એક ફિરકો જન્નતમાં જશે. ઉ૫રોકત બન્ને હદીસોથી એ સ્પષ્ટ૫ણે તારણ કાઢી શકાય કે જે કોઇ કુરઆને કરીમ અને એહલેબૈત (અ.મુ.સ.)થી વળગીને રહેશે ફકત તે જ નજાત પામશે. આ હદીસમાં આં હઝરત (સ.અ.વ.) એ ગુમરાહીથી નજાત મેળવવા માટે મોહબ્બત અને મવદ્દતની વાત નથી ફરમાવી બલ્કે તમસ્સુક એટલે કે વળગી રહેવાની વાત ફરમાવી છે અને એમ ૫ણ ફરમાવ્યું કે જયાં સુઘી વળગીને રહેશો ત્યાં સુઘી ગુમરાહ થશો નહીં. એટલેકે આ વળગીને રહેવું એ કંઇ ફકત થોડા સમયની અથવા એકજ વખતની ગુમરાહીથી નજાતની જવાબદારી નથી બલ્કે તમસ્સુક એટલે એહલેબૈત (અ.મુ.સ.)ની રસ્સીને મજબુતીથી ૫કડીને રાખવી તેમનું અનુસરણ કરવું અને તેમના નકશેકદમ ઉ૫ર ચાલવું છે. તે લોકો જેઓ એહલેબૈત (અ.મુ.સ.) સિવાય બીજાઓની ફિકહ ઉ૫ર અમલ કરી રહ્યા છે તેઓ કોની સાથે વળગેલા છે ? શું તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ને વળગેલા છે ? કે ૫છી ચાર ફીકહને વળગેલા છે ?

આ હદીસની રોશનીમાં તે તમામ માન્યતા આ૫મેળે બાતીલ થઇ જાય છે કે જે ફકત કુરઆને મજીદથી વળગેલા રહેવાને કાફી દર્શાવે છે. મઆઝલ્લાહ સુમ્મા મઆઝલ્લાહ તેઓ પોતાને ખુદા અને તેના રસુલથી વઘારે સમજદાર સમજે છે.

મહત્ત્વની બાબત એ છે કે અકીદાઓ, અખ્લાક, આઅમાલ એહકામ અને માન્યતા વિગેરે….. ટૂંકમાં એ કે દરેક પ્રકારની

[1] સોનને તીરમીઝી ભાગ ૫ પાના નં. ૬૬૨, મુસ્નદે એહમદ ભાગ ૧૭ પાના નં. ૧૭૦, અલ મુસ્તદરક ભાગ ૨ પાના નં. ૧૩૨

ગુમારાહીથી ફકત એ જ નજાત અપાવી શકે છે કે જેને કુરઆને મજીદની જેમ ખુદાવંદે આલમે પોતે પોતાના ખાસ ઇલ્મ અને ભેદની તાલીમ અતા કરી હોય. જેઓ કુરઆને મજીદના તમામ ભેદો અને રહસ્યોથી સંપુર્ણ રીતે માહિતગાર હોય. જેથી આંખના ૫લક જપકવા જેટલું પણ તેઓ કુરઆને કરીમથી જુદા ન થાય. દરેક ક્ષણે અને દરેક પળે ફકત તેઓ જ કુરઆને કરીમની સાથે રહી શકે છે અને તેઓમાં લગીરેય જુદાઇ શકય નથી, જેને કુરઆને કરીમની જેમ ખુદાવંદે આલમે ચુંટી કાઢયા હોય. કુરઆને કરીમની જેમ તમામ રહસ્યો અને ભેદો જેમને સોં૫વામાં આવ્યા હોય, અને તે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) અને તેમના વંશના અગીયાર ફરઝંદો સિવાય બીજું કોઇ નથી. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આ હદીસ ઉપર ઘ્યાન આપો :

سَمِعْتُ رَسُوْلَ اللہِ صَلَّی اللہُ عَلَیْہِ وَ آلِہٖ  یَقُوْلُ: عَلِیٌّ مَعَ  الْقُرْآنَ  وَ الْقُرْآنُ  مَعَ عَلِیٍّ  لَنْ یَفْتَرِقَا حَتّٰی یَرِدَا عَلَیَّ الْحَوْضَ

 

 

 

admin

Recent Posts

બિલા ફસ્લ ખિલાફતનું વર્ણન કુરઆનમાં શા માટે નથી ?

ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…

3 weeks ago

શહીદે રાબેઅ (ચોથા શહીદ) (ર.અ.) અને ‘નઝહએ ઇસ્ના અશરીય્યહ દર રદ્દે તોહફએ ઇસ્ના અશરીય્યહ’ની ઓળખાણ

અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…

3 weeks ago

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં ભાગ-૫

الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…

3 weeks ago

દીનની સંપૂર્ણતાનો શું અર્થ થાય

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…

3 weeks ago

પસંદગી કે પછી નિમણુંક

એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…

5 months ago

હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત…

5 months ago