Categories: ઇમામત

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં ભાગ-૫

વાંચવાનો સમય: 11 મિનિટ

الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ

વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે બંદાઓ ઉ૫ર કે જેમને ચુંટી કાઢવામાં આવ્યા છે.

ખુદાવંદે આલમની બારગાહમાં શુક્રગુઝાર છીએ કે તેણે ન ફકત ઝીંદગી અતા કરી છે બલ્કે એ મૌકો ૫ણ ઉ૫લબ્ઘ કરાવ્યો છે કે આ વર્ષે એટલે કે હિજરી સન ૧૪૪૫ માં ૫ણ આફતાબે વિલાયતના અંકમાં ઉ૫રોકત વિષય હેઠળ પાંચમો ભાગ રજૂ કરવાની તૌફીક અતા ફરમાવી.

દર વર્ષ મુજબ અગાઉના લેખોનો ટૂંકસાર અમુક શબ્દોમાં નીચે મુજબ રજુ કરીએ છીએ.

૧)  અઈમ્મએ હોદા (અ.મુ.સ.) અને ઇમામીયા મઝહબના આલીમો તથા બધાજ મઝહબના સાહિત્યકારો શબ્દ મૌલાનો અર્થ ઇસ્લામની શરૂઆત અને ૫છી આવનાર અરબોના વંશજોએ જે સમજયો છે તેને બયાન કર્યો છે.

ર)        શબ્દ મૌલા પ્રખ્યાત સાહિત્યકારો અને શાએરોએ પોતાના પ્રખ્યાત અશ્આરમાં તેજ પ્રમાણે બયાન કર્યો છે કે જે પયગમ્બર

(સ.અ.વ.)એ ખુદાવંદે આલમના હુકમથી બયાન કર્યો છે.

૩)  શાએરોએ ગદીરની હદીસને યોગ્ય કાવ્યની સાથે પોતાના અશ્આરમાં વર્ણવી છે જે ગદીરની હદીસ મુસ્તનદ અને ભરોસાપાત્ર હોવાનું સાબીત કરે છે.

૪)  આ લેખનો સ્ત્રોત કિતાબ ‘અલ ગદીર ફીલ કિતાબે વસ સુન્નતે વલ અદબ’ છે. જે કિતાબ ‘અલ ગદીર’ના નામથી પ્રખ્યાત છે. આ કિતાબના લેખક શૈખ અબ્દુલહુસેન એહમદ કુદસ સર્રાહ છે કે જેઓ  અલ્લામા અમીનીના નામથી મશ્હુર છે. આ કિતાબ અરબી ભાષામાં ૧૧-ભાગમાં લખાયેલી છે અને તેનો સંપુર્ણ તરજુમો ફારસી ભાષામાં થઇ ચુકયો છે. તેમજ ઉર્દુ તથા અંગ્રેજીમાં ૫ણ અમુક ટૂંકાણની સાથે તરજુમો થઇ ચુકયો છે.

૫) અલ્લામા અમીની (અ.ર.) અને કિતાબ અલ ગદીરનો ટૂંકો પરિચય આફતાબે વિલાયત ૧૪૪૦ માં કરી ચુકયા છીએ.

૬) ગયા અંકમાં શાએરો અને શાએરોનું મહત્ત્વ અઇમ્મા (અ.મુ.સ.) અને હઝરત પયગમ્બર (સ.અ.વ.)ના મુબારક મુખેથી જે બયાન થયુ છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. શાએરોના શોખ અને રગબત માટે અઇમ્મા(અ.મુ.સ.)ની મુબારક ઝબાનથી આ પ્રકારના જુમ્લાઓ જોવા મળે છે.

‘જે કોઇ એક શેઅરની પંક્તિ અમારા બારામાં કહે ખુદાવંદે આલમ જન્નતમાં તેના માટે એક  ઘર બનાવે છે.’

૭)  ગયા અંકોમાં ૫હેલી સદીના શાએરો જેમકે હસ્સાન બીન સાબીત, કૈસ બીન એબાદા અન્સારી જેઓ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના ખાસ સહાબીઓમાંથી હતાં. તેઓના અશ્આરોનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના અશ્આરને ૫ણ નોંધવામાં આવ્યા હતાં. ૫છી હઝરત અલી (અ.સ.)નો દુશ્મન અમ્રે આસ (વફાત હી.સ. ૪૩)ના કસીદએ જુલજુલીયાનું વર્ણન કરવામાં આવ્યું હતું. (કસીદએ જુલજુલીયાના તમામ ૬૬-અશ્આરનો તરજુમો અને તેની શર્હ આફતાબે વિલાયતના ઉર્દુ અંક હી.સ. ૧૪૩૪ અને ગુજરાતી અંક હી.સ. ૧૪૩૫ માં વર્ણવવામાં આવ્યું છે.) એવી જ રીતે પ્રખ્યાત શાયર સૈયદ હિમ્યરીના અશ્આરનું ૫ણ વર્ણન કરવામાં આવ્યું હતું.

૮)  ગયા અંકમાં એટલે કે હી.સ. ૧૪૪૪ ના પાના નં. ૮ થી ૧૨ ઉ૫ર બીજી સદીના શાએરો કુમૈલ બીન ઝૈદે અસદી (વફાત હી.સ. ૧ર૬)નું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું.

હવે જોઇએ બીજી સદીના બાકી શાએરોની સ્થિતિ અને તેઓના અશ્આર.

જેમકે અમે અગાઉના અંકોમાં વર્ણવી ચુકયા છીએ કે મરહુમ અલ્લામા અમીની (અ.ર.) એ બીજી સદીના ૩ શાએરોનું વર્ણન કર્યુ છે અને અમે તેમાંથી કુમૈલ બીન ઝૈદ અસદીના અશ્આરનું વર્ણન કરી ચુકયા છીએ. હવે બાકીના બે શાએરોનું વર્ણન કરી રહ્યા છીએ.

સૈયદ હિમ્યરી (હી.સ. ૧૦૩ / ૧૦૫ અથવા ૧૭૮ / ૧૭૯) તેમનું નામ ઇસ્માઇલ બીન મોહમ્મદ બીન યઝીદ બીન વદાઅ હતું. અબુ હાસીમ અને અબુ આમીર તેમની કુન્નીયત હતી અને તેમનો લકબ ‘સૈયદ’ હતો. અબુલ ફરજ અને બીજા  ઘણા બઘા ઇતિહાસકારોએ તેમના સંબંધમાં ‘ઝૈદ બીન રબીઆહ મુફર્રગ’ અથવા ઇબ્ને મુફર્રગ હિમ્યરીના ઉમ્મરગના નવાદગાદની તરફ નિસ્બત આપી છે. હિમ્યરી એ મશ્હુર શાએર હતા કે જેઓએ ઝૈદ અને તેની ઔલાદ માટે લખ્યું છે અને તે જ આલે હરબથી ઇન્કાર કર્યો છે અને તે જ કારણે અબ્દુલ્લાહ બીન ઝિયાદે તેમને કૈદ કરી લીધા હતાં અને તેમની ઉ૫ર સખ્તાઇથી વર્તન કર્યું હતું. ૫રંતુ મોઆવીયાએ ૫છી તેમને આઝાદ કરી દીધા હતા.

‘અખ્બારૂલ હિમ્યરી’ માં લખ્યું છે કે સૈયદની માઁ હુદ્દાનની બસરાના એક જુના પુરાણા મોહલ્લાથી સંબંધ ધરાવતા હતાં અને જોકે સૈયદના વાલીદે એ જ કબીલામાં એક મકાન લીધુ હતું અને યઝીદ બીન રબીઆહ બીન મુફર્રગ હિમ્યરીની પુત્રી સાથે શાદી કરી હતી. શાએર હિમ્યરીને કોઇ પુત્ર ન હતો. આથી અસમરી વિગેરે એ સૈયદની યઝીદ બીન મુફર્રગ તરફ નિસ્બત દેવામાં ભુલ કરી છે. કારણ કે સૈયદ તેમના પૌત્ર હતા.[1]

મીર ઝબાનીએ મોઅજમુલ શોઅરામાં સૈયદ હિમ્યરીના એક શેઅરનું વર્ણન કર્યું છે કે જેમાં તેમણે ખુદ પોતાના વંશવેલાનું વર્ણન કર્યું છે. શેઅરનો તરજુમો આ પ્રમાણે છે:

‘એક સમયે મને નિસ્બત આ૫વામાં આવતી હતી હું એક મર્દ હીમ્યરી છું. મારા દાદા ‘રઇન’ છે અને મારા મામા ‘ઝવીઝન’ છે. ૫છી તે વિલા અને મોહબ્બત કે જેના વડે કયામતમાં ઉમ્મીદવાર છું. તે અબુલ હસન હાદી (અ.સ.)ની મોહબ્બત અને વિલાયત છે.’

કાદવમાં કમળ કે ૫છી કોલસાની ખાણમાં હીરો:

આ ખુબજ અજીબો ગરીબ વાત છે કે જયારે આ૫ણે સૈયદ હીમ્યરીના માતા-પિતા અને તેમના મઝહબ અને દીન તરફ ઘ્યાન આપીએ છીએ તો એ જાણવા મળે છે કે તેમના માતા-પિતા અમીરૂલ મોએમીન અલી (અ.સ.)ના દુશ્મનોમાંથી હતાં અને એબાઝી[2]  મઝહબના

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૮0-૮૧, અખ્બારે હિમ્યરીમાંથી નોંધ કરતા પાના નં. ૧૫૧, અગ્લાની ભાગ ૭ પાના નં. ૨૭૮

[2] એબાઝી કસ્રે હમ્ઝાહ એટલેકે તેને અલીફ ઉપર ઝેર લગાવીને લખવામાં આવે છે. અબ્દુલ્લાહ બિન એબાઝીના અસ્હાબેન ‘અબાઝીય્યાહ’ કહેવામાં આવે છે. તેણે ‘મરવાન બિન મોહમ્મદ’ના ઝમાનામાં ખુરુજ કર્યું હતું અને આ લોકો ખારજી હતા તથા એમ સમજે છે કે તેઓના વિરોધ કરનારા કાફીર છે. આ લોકો અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) અને બીજા ઘણા બધા સહાબીઓને કાફીર સમજતા હતા. (અલ્લામા અમીની અ.ર.)

હતા અને તેમનું મકાન ગુરફા બીન ઝબતા, બસરામાં હતું અને સૈયદ હીમ્યરી કહ્યા કરતાં હતાં. ‘તે મકાનમાં અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને ખુબજ ગાળો દેવામાં આવી છે અને જયારે સૈયદને પુછવામાં આવ્યું કે તમારામાં શિય્યત કયાંથી આવી તો તેઓ ફરમાવતા: ‘ખુદાવંદે આલમની રહેમતે મને ઘેરી લીધો અને કેટલો સરસ આ રહેમતનો ઘેરાવ છે.’

સૈયદનું જ બયાન છે કે જયારે તેમના માતા-પિતાને તેમના શિઆ થઇ જવાના ખબર મળી તો તેમને કત્લ કરવાનો ઇરાદો કર્યો. સૈયદ ત્યાંથી ભાગી છુટયા અને અકબા ઇબ્ને મુસ્લીમ હનાઇને ત્યાં ૫હોંચ્યા અને વિગતવાર વાત કરી તો અકબાએ સૈયદને પોતાના ઘરમાં શરણ આપી. સૈયદ ત્યાં  રહ્યા ત્યાં સુધી કે તેમના માતા-પિતાનો ઇન્તેકાલ થઇ ગયો પછી પોતાના ઘરે ૫રત ફર્યા અને પોતાનો વારસો મેળવ્યો.[1]

એવી જ રીતે મીર ઝબાનીએ ‘અખ્બારૂસ સૈયદ’માં પોતાની સનદો થકી ઇસ્માઇલ બીન મસાહીરથી નોંધ્યું છે કે તેઓ કહે છે એક સવારે હું સૈયદના ઘરે નાસ્તો કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું, આ ઘરમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ને ખૂબજ ગાળો આ૫વામાં આવી છે અને લઅનત કરવામાં આવી છે. મેં પુંછયું આવું કોણે કર્યું ? જવાબ આપ્યો મારા માતા-પિતા એબાઝી મઝહબના હતા. મેં પુછયું: તો ૫છી તમે કેવી રીતે શિઆ થયા ? તેમણે કહ્યું: ‘હકકની રેહમત મારા ઉ૫ર વરસી ૫ડી અને મને જાગૃત અને હોંશીયાર કરી દીઘો’

યાદ દેહાની: ખુદાવંદે આલમ અને ઇમામ (અ.સ.)ના લુત્ફ અને કરમ સૈયદ હીમ્યરી ઉ૫ર તેમના આખરી શ્વાસ સુધી નાઝીલ થતા રહ્યા. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ તેમને જન્નતની ખુશખબરી ૫ણ આપી છે. સૈયદ હીમ્યરી માટે બુરુ બોલનારા લોકોને હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: ‘અગર તેમનો ૫ગ લડખડાય છે તો બીજો ૫ગ સ્થાપિત હોય છે.’[2]

સૈયદનો લકબ:

હીમ્યરી ખાનદાન એહલેબૈતમાંથી ન હતું એટલે કે તેઓ સૈયદ ન હતાં. ૫રંતું તેમની માતા તેમને સૈયદ કહેતી હતી અને હઝરત

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૮૧ ફારસી ભાષા (અગાનીમાંથી નોંધ કરતાં ભાગ ૭ પાના નં. ૨૩૦ લે-અબુલ ફરજ) આ લેખ લખનારને કિતાબ અગાની જોવાની તમન્ના હતી. અલહમ્દોલીલ્લાહ હી.સ. ૧૪૪૪ માં અરબઇનના પ્રસંગે અત્બાતે આલીયાતના રોઝા મુબારકની ઝિયારતથી મુશર્રફ થયો. નજફે અશરફમાં શારેઅ રસુલમાં મરહુમ અલ્લામા અમીની (અ.ર.)ની કબ્ર અને તેમની લાઇબ્રેરીની ઝિયારતથી શરફયાબ થયો અને ત્યાં કિતાબ અગાનીની તમામ ભાગોને જોયા.

[2] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૮૫ ફારસી

ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ૫ણ તે વાતનું સમર્થન કર્યું છે. અબુ અમ્ર વકશીએ પોતાની કિતાબ રેજાલમાં પાના નં. ૧૮૬ ઉપર લખ્યું છે કે ઈમામ સાદિક (અ.સ.)ની મુલાકાત સૈયદ હીમ્યરી સાથે થઇ તો ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

‘તમારી માઁ એ તમને સૈયદ નામ આપ્યું છે આ મહાનતામાં તમે સફળ થયા, શું કહેવું તમારૂં…… તમે શાએરોના સૈયદ એટલેકે સરદાર છો.’

અને ૫છી સૈયદે આ બાબતે આ પ્રમાણે શેઅર કહ્યો કે જેનો ભાવાર્થ આ મુજબ છે.

‘હું આશ્ચર્ય અને અચંબામાં છું કે સૌથી વઘારે ફકીહ અને આલીમે એક વાર મને કહ્યું તમારા ખાનદાને તમને સૈયદ નામ આપ્યું છે. તેઓએ સાચું કહ્યું છે, શું કહેવું તમારૂ કે તમે શાએરોના સૈયદ છો. અગર તમે એહલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાનના વખાણ કરો તો બીજા શાએરો તમારો મુકાબલો કરી શકે નહીં. કારણ કે તેઓ માલદારો અને પૈસાપાત્ર લોકોના વખાણ કરે છે અને તેઓ તરફથી અતા ચાહે છે. જયારે કે તમે ખુલુસે દિલથી એહલેબૈત (અ.મુ.સ.)ના વખાણ અને પ્રશંસા કરો છો. બસ તમને ખુશખબરી આપું છું કે તેમની મોહબ્બતમાં તમે એવી સફળતા પામશો અને તેમના થકી તેમનો અજ્ર પામશો. દુનિયાના તમામ શરબત એહમદ (સ.અ.વ.)ના હૌઝ (હૌઝે કૌસર)ની બરાબર નથી થઇ શકતાં.’[1]

યાદ દેહાની: સૈયદ હીમ્યરીના મઝહબના સિલસિલામાં અમુક ઇતિહાસકારોએ ગુમરાહ કરવાની કોશીશ કરી છે અને તેઓએ તેમનો મઝહબ કૈસાનીયા દર્શાવવાની કોશિશ કરી છે. પરંતુ આ૫ણા બુઝુર્ગ આલીમો જેમકે, ‘શૈખ મુફીદ (અ.ર.)’, ‘શૈખ તુસી (અ.ર.)’, ‘અલ્લામા મજલીસી (અ.ર.)એ તેમનો મઝહબ ઇમામીયા હોવાનું દર્શાવ્યું છે.

ખુદ ઇમામ સાદિક (અ.સ.)ની ખુશખબરી અને ખાસ કરીને સૈયદના અશ્આર તેમનો મઝહબ ઇમામીયા હોવાનો કરે છે.

ગદીરી અશ્આર:

સૈયદ હીમ્યરીએ ગદીરનો જે બનાવ બન્યો તે પ્રસંગને એક ખાસ રીતે વર્ણવ્યો છે અને શબ્દ ‘મૌલા’નો અર્થ જે રીતે પયગમ્બર (સ.અ.વ.)એ બયાન કર્યો છે તેવી જ રીતે તેમના અશ્આરમાં બયાન કર્યો છે. મર્હુમ અલ્લામા અમીની (અ.ર.)એ તેમના ત્રેવીસ (૨૩) કસીદાઓનું વર્ણન કર્યું છે. નમુના તરીકે અમે અહીં અમુક ગદીરી અશ્આરોનું વર્ણન કરી રહ્યા છીએ.

૧) ૫હેલો ગદીરી શેઅર અલ્લામા અમીનીએ નોંઘ્યો છે:

یا بالغ الدین بدنیاہ        لیس بہذا امر اللہ

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૮૦-૮૧ ફારસી

અય દુનિયાને બદલે દીનને વહેંચી નાખનારાઓ ખુદાવંદે આલમે આવા કાર્યોનો હુકમ કર્યો નથી.

તું એહમદ (સ.અ.વ.)ના વસી અલી (અ.સ.)થી શા માટે કીનો રાખો છો જયારે કે એહમદ (સ.અ.વ.) તેમનાથી રાજી અને ખુશ્નુદ છે. તે કોણ છે કે એહમદ (સ.અ.વ.)એ જેમને ગદીરે ખુમના દિવસે ઉભા રહીને બોલાવ્યા હતા. જયારે કે સહાબીઓ તેમની આજુ બાજુ હતાં. તેમનું નામ લઇને ફરમાવ્યું:

‘આ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) છે. તે શખ્સના મૌલા છે જેનો હું મૌલા છું. બસ અય આસમાનવાળા (ખુદાવંદે મોઅતાલ) તેને દોસ્ત રાખ જે તેમને દોસ્ત રાખે અને તેને દુશ્મન રાખ જે તેમને દુશ્મન રાખે.’[1]

યાદ દેહાની: એ સ્પષ્ટ છે કે સૈયદ હીમ્યરીએ શબ્દ મૌલાનો અર્થ તે જ બયાન કર્યો છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ બયાન કર્યો છે. એટલે કે પયગમ્બર (સ.અ.વ.) જેના મૌલા છે અલી (અ.સ.) ૫ણ તેના મૌલા છે. અલી (અ.સ.) સાથે મોહબ્બત અને દોસ્તી તે ખુદાવંદે આલમ સાથે મોહબ્બત અને દોસ્તી છે અને અલી (અ.સ.) સાથે દુશ્મની તે ખુદાવંદે આલમ સાથે દુશ્મની છે.

બીજો ગદીરી શેઅર:

જે અશ્આરનું વર્ણન કરી રહ્યા છીએ ઇતિહાસમાં તેને ‘કસીદએ મોહઝબતહ’ કહેવામાં આવે છે. આ કસીદો ૧૨ પંક્તિઓ ઉ૫ર આધારીત છે. સૈયદ શરીફ કુદસ સર્રાહે તેમની શર્હમાં લખ્યું છે અને હી.સ. ૧૩૧૩ માં તે મીસ્રમાં પ્રકાશિત થયો છે. સાથે નીચે મુજબ પંક્તિની શર્હ કરી છે.

وَ انْصَبْ اَبَا حَسن لِقَوْمِک اَنَّہُ  ہَادٍ  وَ مَا بَلَغَتْ اِنْ لَمْ تَنْصِبْ

સૈયદ મુર્તુઝા ફરમાવે છે કે આ શબ્દ (નસ્બ) ઇમામત અને ખિલાફત સિવાય બીજી કોઇ બાબત માટે વ૫રાતો નથી. શાએરનું એમ કહેવું કે:          جَعَلَ لِولَایۃ بَعدۃ لمہذّب એટલે કે તેમના ૫છી મઝહબ માટે વિલાયતની નિમણુંક કરવી તે ઇમામતને સ્પષ્ટ કરે છે કારણ કે પયગમ્બર (સ.અ.વ.)ની રિસાલત ૫છી અલી (અ.સ.)ને જે કાંઇ આ૫વામાં આવ્યું હતું તે ઇમામત છે નહીં કે મોહબ્બત અને નફરત. મોહબ્બત અને નફરત તો તેમની હાજરીમાં જ તેમને પ્રાપ્ત હતી તે કંઈ તેમની વફાત પછી કંઈ ખાસ તાકીદ ધરાવતી નથી.

હવે જરા આ અકીદાના સંદર્ભ ઉપર નઝર કરવામાં આવે:

‘અને જ્યારે ગદીરે ખુમમાં ખુદાવંદે આલમે તાકીદની સાથે ફરમાવ્યું: અય મોહમ્મદ (સ.અ.વ.) ! લોકોની દરમ્યાન ઉભા થઇ જાવ અને લોકોની સામે ખુત્બો બયાન ફરમાવો અને

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૫૨ ફારસી

અબુલ હસનને ઇમામત માટે નિયુકત કરો કે તેઓ હિદાયત કરનારા અને માર્ગદર્શક છે અને અગર તમે એમ ન કર્યું તો જાણે રિસાલતની તબ્લીગ ન કરી.’

૫છી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને બોલાવ્યા અને લોકોને ૫ણ બોલાવ્યા અને તસ્દીક કરનારાઓ અને જુઠલાવનારાઓની દરમ્યાન અલી (અ.સ.)ને બલંદ કરીને પોતાના મઝહબના દરેક ઇન્સાનો માટે અલી (અ.સ.)ની વિલાયતનું એલાન કરી દીઘું. હવે તેમની સિવાય કોઇ બીજા યોગ્ય અને લાયકાત ન ધરાવતા વ્યકિતને વલી સમજવો યોગ્ય બાબત નથી.

ત્યારબાદ શાએર અલી (અ.સ.)ની ફઝીલતનું વર્ણન કરતા કહે છે કે અલી (અ.સ.)ની ફઝીલતો એવી છે કે તેનો અમુક હિસ્સો ૫ણ ગમે તેટલી કોશિશ કોઇ કરી લે બીજાને પ્રાપ્ત થઇ શકતો નથી.

સ્ત્રોત:

અલ્લામા અમીની (અ.ર.)એ સૈયદ મુર્તુઝા અલમુલ હોદા અને હાફીઝ નશાબા તાઅજુલ અલ્વી હુસૈની, વફાત હિ. ૬૧૦ ના હવાલાથી આ કસીદાનું વર્ણન કર્યું છે.[1]

ત્રીજો ગદીરી શેઅર:

આ અશ્આર એક રસપ્રદ બનાવ ઉ૫ર આધારીત છે. જેમકે અમે નોંધી ચુકયા છીએ કે, સૈયદ હીમ્યરીના માતા-પિતા એબાઝી મઝહબથી હતા અને તેઓ અલી (અ.સ.) માટે અપશબ્દો  કહેતા હતા. સૈયદ હીમ્યરીએ તેમને સંબોધીને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની વિલાયતને સાબીત કરી છે અને પોતાના માતા-પિતાને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને તેમના શિઆઓની મોહબ્બત અને દોસ્તી  તરફ આમંત્રણ આપ્યું છે. જુઓ કે સૈયદ પોતાના પિતા કે જેનું નામ મોહમ્મદ હતું તેને સંબોધીને લખે છે કે:

‘અય મોહમ્મદ ! ખુદાવંદે આલમથી ડરો કે જેઓ સવારની કિરણોનો પૈદા કરનાર છે. તમારા દીનને તબાહ થવાથી બચાવો. શું તમે મોહમ્મદ (સ.અ.વ.)ના ભાઇ અને તેમના જાંનશીન ઉ૫ર લઅનત કરો છો ? અને ત્યાર ૫છી તમારી નજાત થાય તેવી ઉમ્મીદ ૫ણ રાખો છો ?’

અફસોસ તમારી મૌત આવી જાય અને અઝાબ અને મલેકુત મૌત તમારાથી નજીક થઇ જાય.

તેમના (અલી અ.સ.ના) બારામાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ સૌથી શ્રેષ્ઠ વસીય્યતો અને સ્પષ્ટ બયાન ગદીરે ખુમના દિવસે રજુ કર્યું છે અને દરેક બાજુથી આ એલાન સ્પષ્ટ અને પ્રકાશિત થયું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૫૨-૫૩

‘હું જેનો મૌલા છું જાણી લો કે અલી (અ.સ.) તેના મૌલા છે. તેઓ મારા કર્ઝને અદા કરનાર છે અને તમારા ઇમામ અને પેશ્વા છે. જેવી રીતે મેં તમારી હિદાયત અને નજાત માટે રેહબરી કરી છે.’

પોતાના પિતાને વધુ સંબોઘીને સૈયદ હીમ્યરી લખે છે કે:

‘(અય મારા પિતા !) તમે મારી માતાને કે જે અત્યંત નબળી અને કમઝોર હતી તેને રસ્તાથી ભટકાવી દીઘી અને તેણી એ ઇમામ ઉપર જે પયગમ્બર (સ.અ.વ.)ની મીરાસ હતાં અને સૌથી વઘારે તેમનાથી સંબંધ ધરાવતા હતાં તેમની ઉ૫ર લઅનત કરવાના કારણે ગુમરાહીના કુવામાં ૫ડી ગઇ. ચોકકસ હું તે ખુદાના ગઝબથી ડરૂં છું જેણે મોહકમ ૫હાડોને ફેલાયેલી જમીન ઉ૫ર સ્થાપિત કર્યા છે.

અય મારા માતા-પિતા ! ખુદાથી ડરો અને હકકનો એકરાર કરો……’[1]

યાદ દેહાની: એ સ્પષ્ટ રહે કે સૈયદ હીમ્યરીએ આ અશ્આરમાં તે જ બયાન કર્યુ છે કે જેનો પયગમ્બર અકરમ (સ.અ.વ.)એ ગદીરે ખુમના મૈદાનમાં હુકમ આપ્યો હતો સૈયદ હિમ્યરીએ પોતાના માતા પિતાને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ની ઇમામત તરફ દઅવત આપી છે અને એબાઝીયા મઝહબની નીંદા કરી છે.

અલ્લામા અમીની (અ.ર.)એ ૨૩ કસીદાનું વર્ણન કર્યું અને જે લોકોએ તે કસીદાઓની શર્હ લખી છે અને પોતાની કિતાબોમાં તેનું સ્થાન આપ્યું છે તે તમામનું વર્ણન કર્યુ છે. હિન્દુસ્તાનના મશ્હુર આલીમ મર્હુમ સૈયદ અલી નકી નકવી હીન્દી (નકકન સાહેબ આલલ્લાહો મકામહુ)ના અશ્આરનું વર્ણન પણ કર્યું છે. ઇ.અ. ૧૪મી સદીના અશ્આરમાં તેનું વર્ણન કરવામાં આવશે.[2]

અલ્લામા અમીની કુદસ સર્રાહે ખુબજ વિગતવાર સૈયદ હીમ્યરીનું વર્ણન કર્યું છે. ફારસીમાં અંદાજે ૯ પાનાઓ ઉ૫ર તેની વિગત મૌજુદ છે.

અબદી કુફી (હિજરી સન ૧૦૪ થી ૧૭૮):

જેમકે અમે વર્ણવી ચુકયા કે અલ્લામા અમીની (અ.ર.)એ બીજી સદીના ૩ ગદીરી શાએરોનું વર્ણન કર્યુ છે. અહીંયા ત્રીજા શાએરની ઝીંદગીનું ટુંકમાં બયાન અને તેમના અશ્આરનું વર્ણન કરીશું.

અબુ મોહમ્મદ સુફીયાન બીન મસ્અબ અબદી કુફાના રહેવાસી હતા. અલ્લામા અમીની (અ.ર.) લખે છે કે તેમણે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ની ફઝીલતમાં બેહતરીન અને ખુબ વધારે શેઅર કહ્યા છે. તેમણે એહલેબૈત (અ.મુ.સ.)ના મસાએબ ઉ૫ર મરસીયા ૫ણ કહ્યા છે અને અમે

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૫૪-૫૫ ફારસી, અખ્બારૂસ સુહૈલુલ હીમ્યરી પાના નં. ૧૫૫ માંથી નોંધ કરતા

[2] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૫૨ થી ૧૪૨ સુધી અંદાજે ૯૦ પાનાઓ ઉપર વિગતવાર વર્ણન કરવામાં આવ્યુ છે.

તેમની પાસેથી આલે મોહમ્મદ (અ.મુ.સ.) સિવાય બીજા કોઇના બારામાં અશ્આર જોયા નથી.

તમારા બાળકોને અબદી કુફીના શેઅર શીખવાડો:

ઇમામ સાદીક (અ.સ.)નું ફરમાન છે કે અબદીના અશ્આર પોતાના બાળકોને શીખવાડો.[1]

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: ‘અય શિઆઓની જમાઅત ! અબદીના શેઅર તમારા બાળકોને શિખવાડો કારણ કે તે ખુદાવંદે આલમના દીન ઉ૫ર છે અને તેમના શેઅર તેમણે પામેલી સાચી હિદાયતના કારણે છે. અર્થના આધારે તેમના શેઅર દરેક પ્રકારની ખામી અને ઉણ૫થી સુરક્ષિત હોવાનું દર્શાવે છે.[2]

શાએર અબદીની પધ્ધતિ:

અબદીની પધ્ધતિ એ હતી કે તેઓ ઇમામ સાદીક (અ.સ.)થી એહલેબૈત (અ.મુ.સ.)ના ફઝાએલ અને મનાકીબ સાંભળતા રહેતા હતા અને તેની ઉ૫ર જ શેઅર કહ્યા કરતા હતા અને ૫છી ઇમામ (અ.સ.)ની ખિદમતમાં તે શેઅર પેશ કરતાં હતા.[3]

સાહિત્ય અને હદીસમાં અબદીની નિપુણતા:

જે ૫ણ અબદીના શેઅરોની ખુબીઓ અને તેના શબ્દોના સ્થાપિત ઉપયોગ અને તેના શેઅરોની રવાની, મિઠાસ અને બુઝુર્ગવારીથી જાણકાર છે. શેઅરમાં અને તેના ફનમાં તે નિપૂણ હોવાની ગવાહી આપે છે. સૈયદુશ શોઅરા હિમ્યરી અને અબદી કુફી એક બેઠકમાં સાથે હતા. સૈયદે કંઇક આ પ્રમાણે કહ્યું:

اِنِّیْ  اَدِیْنُ بِمَا دَانَ الْوَصِیُّ بِہٖ

یَوْمَ الْخَرِیبَۃِ مِنْ قَتْلِ الْمُحَلِّیْنَا

‘હું તેઓથી જંગ કરવામાં જે ખરીબામાં આવ્યા હતા, હું અલી રસુલની સાથે તમામ અકીદો ધરાવું છું.’[4]

وَ بِالَّذِیْ دَانَ یَوْمَ النَّہَرْوَانِ بِہٖ

وَ شَارَکَتْ کَفَّہُ کَفَّی بِصِفِّیْنَا

‘અને નહેરવાનના દિવસે ૫ણ અલી (અ.સ.)ના મઝહબ ઉ૫ર છું અને સીફફીનના પ્રસંગે ૫ણ અલી (અ.સ.)ના હાથોમાં મારો હાથ છે.’

અબદીએ સૈયદ હીમ્યરીને કહ્યું તમે સાચું ન ફરમાવ્યું : અગર અલી (અ.સ.)ના હાથમાં તમારો હાથ હોય તો તમે તેમની બરાબર થઇ ગયા ‘શારકત કફફહુ કફફા’ બલ્કે તમારે કહેવું જોઇતું હતું કે ‘વતાબઅત કફફહુ કફફા’ એટલે

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૧૬૮ ફારસી

[2] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૧૬૯

[3] અલ ગદીર  ભાગ ૪ પાના નં. ૧૬૯

[4]  ખુરીબા બસરામાં એ જગ્યાનું નામ છે કે જયાં જંગે જમલ થઇ હતી

‘મુશારેકત’ની જગ્યાએ ‘તાબઅત’ કહેવું જોઇએ એટલે કે મારો હાથ તેમના હાથનું અનુસરણ કરી રહ્યો હતો. અર્થાત તમે ઇમામનું અનુસરણ કરનારા છો.

સૈયદ હીમ્યરીએ તેને માન્ય રાખ્યું અને ફરમાવ્યું કે હું સૈયદુશ શોઅરા તો છું ૫રંતુ અબદીની ૫છી.[1]

ગદીરી અશ્આર:

અબદી કુફીના બારામાં એક મતની સાથે એમ કહી શકાય છે કે તેઓ પાકકા શીઆ અને ઈલ્મે સાહિત્ય અને એહલેબૈત (અ.મુ.સ.)ની હદીસના નિષ્ણાંત હતા. એહલેબૈત (અ.મુ.સ.)ની મદહમાં તેમણે લગભગ બઘી જ આયતો અને હદીસોના સંદર્ભ હેઠળ શેઅર કહ્યા છે. અમે અહીંયા તેના ફકત ગદીરના બનાવ અને તબ્લીગની આયત હેઠળના અશ્આરની નોંધ કરી રહ્યા છીએ.

وَ کَانَ عَنْہَا لَہُمْ فِیْ خُمٍّ  مُزْدَجَزَ لَمَّا رَقی احمدُ الہَادِی عَلی فَتَب وَ قَالَ وَ النَّاسُ مَنْ دَانَ الیہ وَ مَنْ ثاولدیہ و مَن مُصغٍ و مرتَقب قُم یَا عَلی فَاِنِّیْ قَدْ اُمِیْرُ بِاَنَ اُبَلِّغَ النَّاسَ وَ التَّبْلِیْغُ اجدرو بِیْ اِنِّیْ نصبتُ عَلِیًا ہَادِیًا علمًا بَعْدِیْ وَ اِنَّ عَلِیًّا خِیْرٌ مُنْتَصَبٍ

અને તે લોકો માટે ગદીરના દિવસે એક ઇબ્રત છે જયારે કે હિદાયત કરનારા પયગમ્બર ઊંટોના પાલાણોના મિમ્બર ઉ૫ર ગયા અને લોકોથી કે જેઓ તેમની આજુબાજુ એકઠા થયા હતા અને તેમની ખિદમતમાં હાજર હતા તેમજ તેમની વાતો સાંભળી રહ્યા હતા અને તે લોકો હેરાન અને પરેશાન હતા. તેઓને પયગમ્બર (સ.વ.અ.) એ ફરમાવ્યું:

અય અલી (અ.સ.) ! ઉભા થઇ જાવ. મને હુકમ મળ્યો છે કે હું લોકો સુધી ૫હોંચાડી દઉ અને આ તબ્લીગ (૫હોંચાડવું) મારા માટે શ્રેષ્ઠ અને સારું છે. હું અલી (અ.સ.)ને હિદાયત કરનારા અને એક રહેનુમા મારા ૫છી નિયુકત કરું છું અને ચોકકસ અલી (અ.સ.) સૌથી શ્રેષ્ઠ જાંનશીન છે.[2]

યાદ દેહાની: શેઅરનો ૫હેલો મિસરો પ્રત્યક્ષ રીતે ગદીરે ખુમના બનાવની તરફ ઇશારો કરી રહ્યો  છે કે આખરી હજ્જના પ્રસંગે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ગદીરે ખુમની જગ્યાએ અલી (અ.સ.)ને પોતાના વસી અને જાંનશીન બનાવ્યા અને ‘ઓબલ્લેગન્નાસ’ના એટલે કે લોકો સુધી પહોંચાડી દો તે સુરએ માએદાહ સુરા નં. ૫ ની આયએ તબ્લીગની તરફ ઇશારો છે.

આ વિષય હેઠળ બીજા અશ્આર આ લેખમાં પ્રસ્તુત કરવાની ગુંજાઇશ નથી.

ઘ્યાન આપો:

અબદી કુફીના ઝમાનામાં જ બીજા એક શીઆ શાએર કે જેમનું નામ ૫ણ અબદી હતું તે ૫ણ થઇ ચુકયા છે. બન્નેની કુન્નીયત, લકબ,

[1] અલ ગદીર ભાગ ૧ પાના નં. ૧૭૧-૧૭૨ ફારસી

[2] અલ ગદીર ભાગ ૪ પાના નં. ૧૬૪ ફારસી

ઓળખ અને મઝહબમાં સામ્યતા જોવા મળે છે. ફર્ક ફકત એટલો છે કે તેમનું નામ અબુ મોહમ્મદ યહ્યા બીન હિલાલ અબદી કુફી હતું. જો કે તેમનું વર્ણન ઓછું જોવા મળે છે.[1]

મીર ઝબાનીએ પોતાની મોઅજમમાં લખ્યું છે કે તેઓ કુફી હતા ૫રંતુ હમદાનમાં વસવાટ કરતા હતા.[2]

બીજા શાએર અબદીનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે અમુક લોકોએ નામમાં સામ્યતા જોવા મળતી હોવાના લીધે તેમના અશ્‍આરને એક બીજાથી મેળવી દીધા છે. બીજી સદીના શોઅરાનું વર્ણન અહીં ખત્મ કરીએ છીએ અને ઇ.અ. ઝીંદગી રહી તો આવતા વર્ષના અંકમાં ત્રીજી સદીના શાએરો અને તેમના અશ્‍આરનું વર્ણન કરીશું.

اَلْحَمْدُ لِلہِ الَّذِیْ  جَعَلْنَا مِنَ الْمُتَمَسِّکِیْنَ بِوِلَایَۃِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلَیْہِ الصَّلَاۃُ وَ السَّلَام

 

[1] અલ ગદીર ભાગ ૪ પાના નં. ર૧૩ ફારસી

[2] અલ ગદીર ભાગ ૪ પાના નં. ર૧૩ મીર ઝબાનીની મોઅજમ પાના નં. ૪૯૯ ઉ૫રથી નોંધ કરતા

admin

Recent Posts

બિલા ફસ્લ ખિલાફતનું વર્ણન કુરઆનમાં શા માટે નથી ?

ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…

2 months ago

શહીદે રાબેઅ (ચોથા શહીદ) (ર.અ.) અને ‘નઝહએ ઇસ્ના અશરીય્યહ દર રદ્દે તોહફએ ઇસ્ના અશરીય્યહ’ની ઓળખાણ

અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…

2 months ago

મોઅલ્લીમે રબ્બાનીની જરૂરીયાત

એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…

2 months ago

દીનની સંપૂર્ણતાનો શું અર્થ થાય

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…

2 months ago

પસંદગી કે પછી નિમણુંક

એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…

6 months ago

હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત…

6 months ago