હોદ્દાની વિશેષતા:
અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર જગ્યા ઈતિહાસના વિભાગમાં ખાલી થઈ હોય તો તેના માટે તેવી વ્યકિતની જરત હોય છે જે ઈતિહાસના વિષયમાં નિપુણતા ધરાવતો હોય અને તેણે ઈતિહાસના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોય. અગર વિજ્ઞાન વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે એક વૈજ્ઞાનિકની જરત હોય છે. અગર સાહીત્ય વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે સાહીત્યકારની જરત હશે. એવું નથી થતુ કે જગ્યા ઈતિહાસના પ્રોફેસરની ખાલી થઈ હોય અને તેની જગ્યાએ એક વૈજ્ઞાનિકની ભરતી કરી દેવામાં આવે. એવીજ રીતે જગ્યા અને હોદ્દાની સાથોસાથ શૈક્ષણીક લાયકાત અને અનુભવ કેટલો હોવો જોઈએ તેની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર વિજ્ઞાન વિભાગમાં જગ્યા ખાલી થઈ હોય તો ઈતિહાસના વિષયનું જ્ઞાન અને ડીગ્રી ધરાવનારાઓ તે જગ્યા માટે અરજી નથી આપતા કારણ કે તે તેઓનું ક્ષેત્ર નથી. અગર તેઓ અરજી આપી પણ દે તો પણ પસંદ કરનાર કમીટી તેમની અરજીનો સ્વિકાર નહીં કરે, બલ્કે તેને રદ કરી નાખશે. તેમજ ઈન્ટરવ્યુમાં પણ ફકત તેજ લોકોને બોલાવવામાં આવશે જે તે વિષયમાં પારંગત હોય અને જરી માપદંડમાં ખરા ઉતરે. અગર ઈતિહાસ વિભાગના હોદ્દા ઉપર એક વૈજ્ઞાનિકને અને એક વિજ્ઞાન વિભાગના હોદ્દા માટે કોઈ ઈતિહાસકારને બેસાડી દેવામાં આવે તો પરિસ્થિતિ શું થશે? તે બધાને ખબર છે.
રસુલ (સ.અ.વ.)ની જવાબદારીઓ:
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના જાનશીનની નિમણુંક પહેલા એ જાણવુ જરી છે કે રિસાલતના હોદ્દાની જવાબદારીઓ શું શું છે? જ્યાં સુધી હોદ્દાની ખાસિયતોની જાણકારી નહિં હોય ત્યાં સુધી સાચા અને યોગ્ય વ્યકિતની પસંદગી અયોગ્ય હશે.
હવે જ્યારે ખિલાફત રસુલે ખુદા (સ.અ.વ.)ની જાનશીનીની વાત છે તો એ જાણવુ ખુબજ જરી છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની જવાબદારીઓ શું શું હતી? જ્યાં સુધી તે જવાબદારીઓની જાણકારી નહિ હોય ત્યાં સુધી જાનશીનની નિયુકિત શકય નથી.
કુરઆને કરીમે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની ઘણી બધી જવાબદારીઓ વર્ણવી છે. નીચે તેમાંથી અમૂકનું વર્ણન કરીએ છીએ.
1) વહીની તબ્લીગ:
સુરએ મુબારકે જુમ્આની બીજી આયતમાં કુરઆને કરીમે હઝરત પયગમ્બર (સ.અ.વ.)ની અમૂક જવાબદારીઓ બયાન ફરમાવી છે.
“તે અલ્લાહ છે કે જેણે ઉમ્મુલકુરાવાળાઓ વચ્ચે તેમના માટે તેઓમાંથીજ એક રસુલ મોકલ્યા કે જે તેઓ માટે
1) અલ્લાહની આયતોની તિલાવત કરે છે,
2) તેઓના નફસોને પાકો-પાકીઝા કરે છે,
3) અને તેઓને કિતાબ અને હિકમતની તઅલીમ આપે છે.
જ્યારે કે તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમાં હતા.”
(સુરએ જુમ્આ 62:2)
અલ્લાહની આયતોની તિલાવત એટલેકે ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે જે આયતો કુરઆનના સ્વપમાં નાઝીલ કરી છે તે આયતોની તિલાવત વડે લોકો સુધી અલ્લાહનો પયગામ પહોંચાડવો.
ઈસ્મતની જરૂરત:
અલ્લાહની આયતોને સંપૂર્ણ અમાનતદારીની સાથે પહોંચાડવા માટે ઈસ્મત જરી છે. અગર નબી કે રસુલ મઅસુમ નહીં હોય અને ભુલ કે ખતાની જરા પણ શકયતા હશે તો તેમના સંદેશા ઉપર ભરોસો નહીં રહે. શું ખાત્રી કે આ સંદેશો સંપૂર્ણ સંદેશો છે કે પછી તેમાં કોઈ વધારો કે ઘટાડો થઈ ગયો છે અને અગર ભરોસો ઉઠી જાય તો સંદેશો મોકલવાનો હેતુ જ મરી જશે.
આથી આયતોની તબ્લીગ માટે નબી કે રસુલનું મઅસુમ હોવું જરી છે.
2) શિક્ષણ આપવુ અને વહીને બયાન કરવી:
સુરએ જુમ્આની આયતમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક જવાબદારી આ રીતે બયાન કરવામાં આવી છે وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ અને તેઓ લોકોને કિતાબ અને હિકમતની તઅલીમ આપે છે.
એટલેકે રસુલ (સ.અ.વ.)ની જવાબદારી ફકત આયતોની તિલાવત કરવી અને લોકો સુધી પહોંચાડવું જ નથી બલ્કે આયતોની તિલાવતની સાથોસાથ તેની સ્પષ્ટતા કરવી અને તેની સમજણ આપવી પણ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક મહત્વની જવાબદારી છે. કારણ કે સંપૂર્ણ કુરઆનની તઅલીમ આપવાની છે એટલા માટે જરી છે કે તઅલીમ આપનાર તેના તમામ અર્થો અને ગુઢાર્થોથી શ્રેષ્ઠ રીતે માહિતગાર હોવા જોઈએ. તેમજ કુરઆને કરીમમાં દરેક સુકી અને ભીની ચીઝ મૌજુદ છે અને દરેક વસ્તુનું બયાન તેમાં મૌજુદ છે એટલા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું ઈલ્મ તે બધી બાબતોને ઘેરી લીધેલ હોવું જોઈએ. બલ્કે જે કિતાબના મતાલીબ (અર્થોનું) વધારે ઈલ્મ ધરાવતો હોય તે જ કિતાબની સારી રીતે તઅલીમ આપી શકે છે. કુરઆને કરીમની તિલાવતથી એ સ્પષ્ટ થાય છે કે અલ્લાહે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર કુરઆન સિવાય બીજી પણ બાબતો નાઝીલ કરી છે. સુરએ નહલમાં ઈરશાદ છે:
“અને અમે તમારા ઉપર ‘ઝીક્ર’ નાઝીલ કર્યુ જેથી લોકો માટે તમે એ બાબતોને બયાન કરો જે તેઓ માટે નાઝીલ કરવામાં આવી છે.”
(સુરએ નહલ 16:44)
અર્થાત નાઝીલ કરવામાં આવેલ બાબતોની સ્પષ્ટતા કરવા માટે અલ્લાહે રસુલે અકરમ (સ.અ.વ.) ઉપર ‘ઝીક્ર’નાઝીલ કર્યુ.
કુરઆને કરીમમાં કુલ્લીયાતનો ઝિક્ર છે પરંતુ તેની વિગત તો રસુલે અકરમ (સ.અ.વ.) એ બયાન ફરમાવી છે. કુરઆને કરીમમાં નમાઝ, ઝકાત, હજ્જ વિગેરેનું વર્ણન છે. પરંતુ તેની વિગત કુરઆને કરીમમાં નથી. નમાઝના તમામ અરકાન, ભાગો અને જરી બાબતો, અઝાન તથા એકામત તે બધુ જ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ બયાન ફરમાવ્યુ છે. અલ્લાહે કદાચ એટલા માટે એ વ્યવસ્થા કરી હોય કે ઉમ્મત ફકત કુરઆને કરીમને લઈને પયગમ્બર (સ.અ.વ.)થી બેનીયાઝ ન થઈ જાય. કારણકે કુરઆને કરીમ એક હંમેશા બાકી રહેનારી કિતાબ છે એટલા માટે જ્યાં સુધી કુરઆને કરીમ મૌજુદ રહેશે તેના અર્થોની સ્પષ્ટતા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અથવા તેમના જ જેવા એક વ્યકિતની કયામતના દિવસ સુધી જરૂરિયાત વર્તાતી રહેશે.
કુરઆનમાં ઈસ્મતનું બયાન:
જેવી રીતે કુરઆનની આયતોની તબ્લીગ માટે રસુલનું મઅસુમ હોવું જરૂરી છે, તેવીજ રીતે તઅલીમ અને બયાનની પરિસ્થિતિમાં પણ કુરઆનના મોઅલ્લીમનું મઅસુમ હોવું જરૂરી છે. આ વિષયમાં કંઈપણ બયાન કરતા પહેલા એ વાતની સ્પષ્ટતા જરી છે કે કુરઆને કરીમ વિષે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું બયાન એ કોઈ તફસીરકારના બયાનની જેવું નથી. કુરઆને કરીમના સિલસિલામાં બધાજ તફસીરકારોનું તમામ ઈલ્મ અને ઝીણવટપૂર્વકના બયાનો તફસીરકારની સમજ અને તેના ઈલ્મને જાહેર કરે છે. કોઈ એક પણ તફસીરકાર એમ નથી કહી શકતો કે આનાથી ખુદાનો આજ મકસદ છે. જયારે કે કુરઆને કરીમ વિષે રસુલ (સ.અ.વ.)ની દરેકે દરેક સ્પષ્ટતા અલ્લાહના મકસદની જાહેરાત છે. અસલમાં વાકયો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના છે અને સ્પષ્ટતા ખુદાવંદે આલમની છે. એટલે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) કુરઆનના મૂળ અર્થો બયાન કરે છે અને તેમનું બયાન એ અલ્લાહનું બયાન છે. આ આધારે કુરઆને કરીમની આયતોની જેમ તેમનું બયાન હુજ્જત છે.
હવે એ વાત આપમેળે સ્પષ્ટ થઈ જાય છે કે બયાનની પરિસ્થિતિમાં રસુલ (સ.અ.વ.) એ શા માટે મઅસુમ હોવું જોઈએ? જ્યારે રસુલ (સ.અ.વ.)ની હદીસ અલ્લાહની ઈચ્છા અને હેતુને બયાન કરી રહી છે તો રસુલ (સ.અ.વ.)નું મઅસુમ હોવું જરી છે. નહિંતર એ વાતની શકયતા રહેશે કે ખુદાનાખ્વાસ્તા અલ્લાહનો મતલબ કંઈક અલગ હોય અને રસુલ (સ.અ.વ.)ની સ્પષ્ટતા કંઈક અલગ હોય. રસુલ (સ.અ.વ.)ની દરેક સ્પષ્ટતા 100% અલ્લાહના મકસદને જ જાહેર કરે છે.
3) વિલાયતે તશ્રીઈ:
ખુદાવંદે આલમે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને ‘સાહેબે ઈખ્તેયાર’બનાવીને મોકલ્યા છે. આમ તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને આ સમગ્ર કાએનાત ઉપર વિલાયત અને ઈખ્તેયાર પ્રાપ્ત છે. આ કાએનાતનો એક એક કણ આસમાનની બલંદીથી લઈને ઝમીનની ઉંડાઈ સુધી દરેક પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના હુકમનો પાબંદ અને ફરમાંબરદાર છે. તેની સાથોસાથ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને ખુદાવંદે આલમે શરીઅતમાં પણ સાહેબે ઈખ્તેયાર બનાવ્યા છે. એટલે કે તેમની ઈતાઅત અને ફરમાંબરદારી કોઈપણ ચું કે ચાં વગર દરેક ઉપર વાજીબ અને જરી ઠેરવી છે. આ વિષે કુરઆને કરીમની અમૂક આયતો જોઈએ:
“અને જે કાંઈ રસુલ તમને આપે તે લઈ લો અને જે વાતોથી રોકે તેનાથી દૂર રહો.”
(સુરએ હશ્ર 59:7)
‘જે કાંઈ રસુલ આપે’આ વાકયને બીજા વાકય ‘જેનાથી રોકે’ના મુકાબલામાં જોઈએ તો ‘નહ્ય’ના (મનાઈ કરવાના) મુકાબલામાં ’અમ્ર’(હુકમ) છે. એટલે કે રસુલ (સ.અ.વ.) જે વાતનો હુકમ આપે તેની ઈતાઅત કરવી વાજીબ છે અને જે વાતોની મનાઈ ફરમાવે તેનાથી દૂર રહેવું વાજીબ છે. જો કે આ આયતમાં અમ્ર અને નહ્ય માટે રસુલ (સ.અ.વ.) માટે કોઈ શરત લગાવવામાં આવી નથી. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત બિનશરતી વાજીબ છે અને રસુલ (સ.અ.વ.)ના હુકમ સામે કોઈને પણ કોઈ સવાલ કરવાનો કોઈ હક નથી.
ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…
الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…
એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…
એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…