હદીસ હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફ, સઈદ બીન ઝૈદથી અને તેણે તેના દીકરા અબ્દુરરેહમાન બીન હુમૈદથી નકલ કરેલ છે અને તેણે ઉમર બીન સઈદ બીન શરીહે મદનીથી અને તેણે મુસા બીન યઅકુબ ઝમઈથી અને તેણે મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન અબી ફદીકથી હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ને નકલ કરી છે.
હુમૈદ બીન અબ્દુરહેમાન વિષે અગાઉ ચર્ચા થઈ ચુકી છે.
પરંતુ મુસા બીન યઅકુબને અલી બીન મદીનીએ ઝઈફુલ હદીસ અને મુન્કેલ હદીસ કરાર દીધો છે અને નિસાઈએ તેને બીન ભરોસાપાત્ર કહ્યો છે. 12 અને ઈબ્ને અબી ફદીકને ઈબ્ને સઅદ ગૈરે હુજ્જત જાણે છે. 13
રીયાહની રિવાયતને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે તેના પૌત્ર સદકા બીન મુસા બીન રીયાહે નકલ કરી છે અને સદકાથી યહ્યા બીન સઈદ કત્તાન અને ઈસા બીન યુનુસ અને તેણે હિશામ બીન અમ્માર અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદથી અને તેણે અબુ કામીલ મુઝફફર બીન મદરકથી આ હદીસને નકલ કરી છે.
હિશામ બીન અમ્માર વિષે અબુ દાઉદ કહે છે કે તેણે ચારસો મુસ્નદ હદીસો વર્ણવી છે જેમાંની કોઈપણ હદીસ મુળ અને બુનિયાદ ધરાવતી નથી. 14
અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદ અબદી બસરીના વિષે ઝહબી એ તેના જીવનના ઈતિહાસ વિષે લખ્યું છે કે યહ્યા અને ઈબ્ને હબ્બાને તેને કોઈપણ ગણત્રીમાં શામીલ કર્યા નથી અને ઝહબી એ ખુદ તેના વિષે કહ્યું છે કે તે વહેમોનું સ્વરૂપ છે. 15
અબુત્તુફૈલની રિવાયત આમીર બીન વાસેલાહ અને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે, તેણે વલીદ બીન અબ્દુલ્લાહ બીન જુમૈએ કરશીથી અને તેના દીકરાએ તેનાથી અને મોહમ્મદ બીન લકીર ખઝરમીએ પણ સાબીતથી આ હદીસ વર્ણવી છે.
પરંતુ વલીદ બીન અબ્દુલ્લાહને ઈબ્ને હબ્બાને ઝઈફોમાં શુમાર કર્યા છે અને તેની હદીસો વડે દલીલ રજુ કરવાને બાતીલ જાણ્યું છે. અને અકીલી કહે છે કે: તેની હદીસમાં ઈઝતેરાબ છે અને હાકીમ નિશાપુરી કહે છે કે અગર મુસ્લીમે તેની હદીસને કાઢી નાખી ન હોત તો બેહતર હતું અને તેનો દીકરો સાબીત અજાણ્યા લોકોમાંથી છે અને મોહમ્મદ બીન બુકૈર પણ ‘સાહેબે ગરાએબ’તરીકે ઓળખાય છે. 16
સઈદ બીન ઝૈદની રિવાયતો સનદની હેસીયતથી શંકાવાળી છે પરંતુ લખાણના હિસાબે પણ મુઝતરીબ છે. 17 કારણકે અમુક સનદોમાં અબુ ઓબૈદહ બીન જરરાહ આ દસ લોકોમાં શામીલ થયો છે અને અમુક રિવાયતોમાં ઈબ્ને મસ્ઉદને પણ બશારત આપવામાં આવી છે.18 આ દરેક બાબતોની સાથે તે પણ કે સઈદ બીન ઝૈદ હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ના લખાણમાં આવ્યો છે અને એટલા માટે કે તે ખુદ પોતે પોતાની શુધ્ધતા અને વખાણ અને બીજાઓની શુધ્ધતા અને વખાણની યોજના પર અમલ કરી રહ્યો છે, તો આ દોષનું સ્થાન છે કે કેવી રીતે કોઈ વ્યકિત પોતાના ખુદના વખાણ અને તઝકીય્યહ કરે અને એ વાત તેની જગ્યાએ સાબિત થઈ ગયેલ છે કે અગર કોઈ શખ્સ બીજાનો તઝકીય્યાહ કરે જ્યારે કે તે બીજો તઝકીય્યાહ કરનારો શખ્સ આનો ‘મુઝક્કી’ હોય તો શરીઅતે ઈસ્લામમાં તેનો તઝકીય્યહ કબુલ થવાને પાત્ર નહીં હોય. 19
(ક) અબ્દુલ્લાહ બીન ઉમર દ્વારા:
તબરાનીએ અહમદ બીન અલ-હુસૈન બીન અબ્દુલ મલીક કસરી મોઅદદીબથી અને તેણે હામીદ બીન યહ્યાથી અને તેણે સુફીયાનથી, તેણે સુફયાન બીન ખમ્સથી, તેણે હબીબ બીન અબી સાબીતથી, તેણે અબદુલ્લાહ બીન ઉમરથી અને તેણે રસુલે ખુદા (સ.અ.વ.) થી હદીસે અશ્રએ મુબશ્શેરહ નકલ કરી છે. 20
આ હદીસની સનદમાં સુફયાન બીન અય્નીય્હ આવેલો છે કે જે એહલે તદલીસ21 માંથી છે22 અને તેની સનદમાં હબીબ બિન અબી સાબિત પણ છે કે જેને ખુઝૈમા અને ઈબ્ને હબ્બાને તેને મુદલ્લસ ગણ્યો છે. 23
સામાન્ય શંકાઓ અને વાંધાઓ:
હદીસે ‘અશ્રહએ મુબશ્શેરહ’ની બધીજ સનદોમાં સામાન્ય રીતે પણ શંકાઓ અને વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે. જેમાંથી અમુકની તરફ ઈશારો કરીએ છીએ.
હદીસ ઘડનારા વિષે:
આ યોગ્ય મૌકો છે કે હદીસને ઘડવા અને તેને રસુલે ખુદા (સ.અ.વ.) તરફ નિસ્બત આપનારના અંજામની તરફ ઈશારો કરીએ:
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
مَنْ كَذِبَ عَلَيَّ مُتَعَمِّداً فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ
‘જે કોઈ જાણીજોઈને ખોટી વાતને મારા તરફ નિસ્બત આપે તો તે જાણી લે કે તેનું ઠેકાણું જહન્નમ છે. ’ 27
અને એક બીજી રિવાયતમાં અબુહુરૈરાથી નકલ થયું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
مَن تَقَوَّلَ عَلَيَّ مَا لَمْ أَقُلْ فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ
‘જે કોઈ વાતને મારા તરફ નિસ્બત આપે છે જેને મેં નથી કહી તો તેણે પોતાનું ઠેકાણું જહન્નમમાં જોવું જોઈએ. ’ 28
આજ રીતે આં હઝરત (સ.અ.વ.) થી નકલ થયું છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
لَا تَكْذِبُوْا عَلَيَّ فَإِنَّ الْكِذْبَ عَلَيَّ يُوْلِجُ النَّارُ
‘મારાથી ખોટી વાતને નિસ્બત ન આપો કારણકે મારાથી જુઠની નિસ્બત જહન્નમમાં દાખલ થવાનું કારણ છે. ’ 29
અને આં હઝરત (સ.અ.વ.)થી આ પણ નકલ થયું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
مَنْ حَدَّثَ عَنِّي حَدِيْثًا وَ هُوَ يَرى أَنَّه كَاذِبٌ فَهُوَ أَحَدُ الْكَاذِبِيْنَ
‘જે વ્યકિત મારાથી કોઈ હદીસ વર્ણવે જ્યારે કે તે જાણતો હોય કે તે જુઠો છે તો તે ખોટું બોલનારાઓમાંથી છે. ’ 30
સિયુતી કહે છે કે: ‘મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી જુઠ નિસ્બત આપવાથી વધીને બીજો કોઈ ગુનાહે કબીરા નથી જોયો કે કોઈ શખ્સ એહલે સુન્નતમાંથી તે કામ અંજામ આપનારને કુફ્રની નિસ્બત આપે તો તે કાફીર છે.
અને આથી શેખ અબુ મોહમ્મદ જુવૈની કે જે અમારા સહાબીઓમાંથી છે (ઈમામુલ હરમૈનના પિતા) તેણે કહ્યું:
જે કોઈ જાણીજોઈને રસુલે ખુદા (સ.અ.વ.) સાથે જુઠને બાંધે તો તેણે કુફ્ર કર્યું અને તેના કારણે તે ઈસ્લામથી બહાર થઈ ગયો અને આલીમોના એક સમૂહમાંથી જેમકે અઈમ્મએ માલેકીય્યહના ઈમામ નાસિદ્દીન બિન મુનીરે તેમનું અનુસરણ કર્યું છે અને આ બધી એ વાતની દલીલ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની તરફ જુઠી વાતની નિસ્બત આપવી તે સૌથી મોટા ગુનાહે કબીરામાંથી છે. કારણકે એહલે સુન્નતની નઝદીક ગુનાહાને કબીરામાંથી કોઈપણ ગુનાહ કુફ્ર નથી કહેવાતું. 31
તેણે નોવવી અને બીજા લોકોથી પણ નોંધ કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની તરફ જૂઠની નિસ્બત આપવી એ ગુનાહે કબીરામાં શુમાર થાય છે. 32
ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા.…
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને…
الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે…
એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી…
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી…
એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…