ગદીરની તરફ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

વધુ વિગતો માટે નહજુલ બલાગાહના ખુત્બા નં. 97, 144, 187 અને 239 જુઓ.

આ એક એવી નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે કે ઈન્સાનીય્યત અને માનવતાના ઈતિહાસમાં, ઈસ્લામના પ્રારંભકાળથી આજ સુધી જેટલી આફતો અને તકલીફો તથા દર્દ અને મુસીબતો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના શીઆઓએ ઉપાડી છે તેટલી કોઈપણ બીજી કૌમે નથી ઉપાડી. અને આ તમામ મુસીબતો અને અત્યાચારો ફકત અને ફકત એટલા માટે ગુજારવામાં આવ્યા કે તેઓ પયગમ્બર (સ.અ.વ.)ની આલની અનહદ મોહબ્બત અને તેમના મહાન મકામ અને મરતબાનો અકીદો ધરાવતા હતા કે જે ખુદાવંદે મોતઆલે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ને અતા કર્યો છે. જેમ જેમ આ વિલાયત અને મોહબ્બતમાં વધારો થતો ગયો તેમ તેમ મુસીબતોનો પહાડ મોટો થતો ગયો. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે વિલાયતની શમ્આના (રોશનીના) પરવાનાઓએ (ચાહનારાઓએ) વિલાયતની સરહદોના રક્ષણ અને બચાવ માટે દુન્યવી એશો આરામના બદલામાં કેટલાય પ્રકારની કુરબાનીઓ પેશ કરવાથી પીછેહઠ નથી કરી. બલ્કે ઈત્મામે હુજ્જત માટે ખૂબજ ઈત્મેનાન અને આરામથી તથા વિરોધીઓની લાગણીઓ અને સંવેદનાનું ધ્યાન રાખીને ઉત્ત્ામ દલીલો અને પુરાવાઓ રજુ કયર્ િછે. પરિણામે એહલે સુન્નતના લેખક સાહેબોના કેટલાય સમૂહોએ એહલેબૈત (અ.મુ.સ.)ના મઝહબને સ્વીકાર્યો છે અને ડયર્ િવગર તેની જાહેરાત કરી. આ લેખમાં આપણે એ કોશિશ કરીશું કે એ પિરબળોનું પૃથ્થકરણ કરીએ જેણે આ હિદાયત અને માર્ગદર્શનમાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે.

આ લેખ લખવાનો અમારો હેતુ હરગીઝ એમ નથી કે મુસલમાનો દરમ્યાન મતભેદમાં વધારો થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે ઈસ્લામી સમાજની સૌથી મોટી જરત દિલોનું મળવું (ઈત્ત્ોહાદુલ કોલુબ) છે. પરંતુ અમને યકીન છે કે અગર ઈસ્લામના જુદા જુદા મઝહ

 

બો દરમ્યાન પૂવર્ગ્રિહ વગર ચચર્-િવિચારણા થાય અને મંતવ્યો અને વિચારોની આપ-લે થાય તો તે ચોક્કસ આ કામ એટલે કે એક દિલ કરવામાં મદદગાર સાબિત થશે. અગર આપણે એ જોઈએ કે ઉમ્મતમાં આપસી મતભેદના પિરબળો અને કારણો મૌજુદ છે અને બેશક તે મૌજુદ છે જ તો પછી આપણા સૌની એ જવાબદારી છે કે તેના પ્રત્યે ધ્યાન આપીએ અને સાચી અને સર્વશ્રેષ્ઠ રીતથી મુદ્દાઓને સ્પષ્ટ કરીએ કે જેથી હક્ક પ્રકાશિત દિવસની જેમ જાહેર થઈ જાય. સાચો અને મૂળ ઈસ્લામ લોકોની સમક્ષ રજુ કરવામાં આવે અને પૂવર્ગ્રિહ તથા વારસાગત મળેલી વિચારધારાઓ અને અકીદાઓના દળદાર (જાડા) પદર્ઓિને ચીરીને દિવસના પ્રકાશમાં આવી જાય.

‘અકીદતોંને તરાશા થા જીન ખુદાઓં કો’

વોહ સામને સે હટે તો દિન નિકલા.’

આ લેખમાં અમે એ પ્રયત્ન પણ કર્યો છે કે એ લોકોના અનુભવોને પણ રજૂ કરવામાં આવે કે જેઓએ વારસામાં મળેલા અકીદાઓ ઉપર ચચર્ િઅને સંશોધન કયર્ િપછી સાચા મઝહબનો સ્વીકાર કર્યો અને અલ્લાહની મજબુત રસ્સીથી વળગેલા રહીને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વસીય્યત ઉપર અમલ કર્યો.

આ અનુભવ એ લોકોના છે કે જેઓએ પોતાના સફરને કલમથી કંડારયો છે અને દુનિયાને બતાવી દીધું કે તેમણે એહલેબૈત (અ.સ.)ના મઝહબને શા માટે કબુલ કર્યો છે? એ વાત જણાવવી ખૂબજ જરી છે કે આ લેખ પવિત્ર શહેર કુમના મશ્હુર સંશોધક અને આલિમે દીન હુજ્જતુલ ઈસ્લામ અલી અસગર રિઝવાનીની ભરપૂર કોશિશોનું ફળ છે. ખુદા તેમને જઝાએ ખય્ર અતા કરે. આવો હવે ઉપરોકત કારણો અને પિરબળોના સંક્ષિપ્ત પૃથ્થકરણની શઆત કરીએ.

(અ) એહલેબૈત (અ.સ.)ની અઝમતની મઅરેફત:

ઈતિહાસ આ વાતની સાક્ષી પુરે છે કે જ્યારે પણ એહલે સુન્નતના આલિમો અને યુવાનોએ એહલેબૈત (અ.મુ.સ.) ના મઆરીફ, સચ્ચાઈ તથા તેમની મઅરેફત મેળવવાની કોશિશ કરી છે તો તેમાંના બહુમતી લોકોએ એહલેબૈત (અ.સ.)ની અફઝલીય્યતને માન્ય રાખીને શીઆ મઝહબ અપનાવ્યો છે. અમીલ મોઅમેનીન હ. અલી બિન અબી તાલિબ (અ.સ.) નબી (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)ની ઓળખાણ અને ગુણો બયાન કરતા લોકોને સંબોધીને ફરમાવે છે કે:

ફ અય્ન તઝહબૂન વ અન્ના તુઅફકૂન વલ અઅલામો કાએમતુન વલ આયાતો વાઝેહતુન વલ મનારો મન્સૂબતુન. ફ અય્ન યોતાહો બેકુમ વ કય્ફ તઅમહૂન વ બય્નકુમ ઈત્રતો નબીય્યેકુમ વ હુમ અઝીમ્મતુલ હક્કે વ અઅલામુદ્ દીને વ અલ્સેનતુસ્સીદકે.

‘અય લોકો કયાં જઈ રહ્યા છો? શા માટે હક્કથી મોઢું ફેરવી રહ્યા છો? હક્કનો પરચમ સ્થાપિત છે. તેની નિશાનીઓ સ્પષ્ટ અને જાહેર છે અને હિદાયતના ચિરાગ પ્રકાશિત છે. પછી ગુમરાહ લોકોની જેમ કયાં ભટકી રહ્યા છો? શા માટે હયરાન અને રઝળતા ફરી રહ્યા છો? જ્યારે કે તમારા નબીની ઈત્રત તમારા દરમ્યાન મૌજુદ છે. એહલેબૈત (અ.સ.) હક્કની લગામ સંભાળનારા, દીનના પેશ્વા અને સચ્ચાઈની ઝબાન છે.’(નહજુલ બલાગાહ, ખુત્બા નં. 87)

ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો …..

ગો ટૂ ટોચ