ગદીરની તરફ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

ભાગ 1 માટે અહીં ક્લિક કરો ………

ગવાહ:

  1. મોહમ્મદ બિન અલી મુતવક્કિલ એ લોકોમાંથી છે કે જેણે હક્ક મઝહબનો સ્વિકાર કર્યો છે. તેઓ લખે છે કે ‘અમારી (એટલે કે એહલે સુન્નતની) દર્સની પધ્ધતિ એહલેબૈત (અ.મુ.સ.)ના ઝિક્રથી ખાલી છે. જ્યારે કે અમારી કિતાબો પૂર્વ અને પશ્ર્વિમના એવા સ્ત્રી તથા પુષોના જીવન ચરિત્ર અને ઈતિહાસથી ભરેલી છે કે તેમના ઉપર ભરોસો કરવો કે કેમ તેજ મોટો સવાલ છે.

(દખલ્ના અત્ત્ા-તશય્યો સુજજદન,

મોહમ્મદ બિન અલી મુતવક્કિલ, પાના નં. 40)

  1. અબ્દુલ મુન્ઈમ હસનની ગણના પણ બસીરત અને હિદાયત પ્રાપ્ત કરેલ લોકોમાંથી થાય છે. તેઓ લખે છે કે ‘એહલેબૈત (અ.મુ.સ.) ની સાસ્ંકૃતિનો વારસો ખુબજ મહાન છે કે જેનાથી ઉમ્મત ફાયદો મેળવી શકતી હતી પરંતુ ઉમ્મતે પોતાની ઝાતને તેનાથી વંચિત રાખી. એહલેબૈત (અ.મુ.સ.)ના મોઅજીઝાઓમાંથી જે બાબતે મને પરાસ્ત અને દિગ્મુઢ કરી દીધો એ તેમની દોઆઓ, મુનાજાતો, અલ્લાહથી તકર્બ હાસિલ કરવાની રીત અને ઉચ્ચતર આદાબ છે. ખુદાવંદે આલમને સંબોધન કરતી વખતે જે કોઈ સહીફએ સજ્જાદિયાની દોઆઓના ગુઢાર્થ અને ભાવાર્થ ઉપર ચિંતન કરશે તો તે ચોક્કસ અચરજ પામશે કે એહલે સુન્નતના આલિમોએ આવી કિતાબોથી શા માટે ફાયદો ન મેળવ્યો? શું તેને નજરઅંદાઝ કરવાનું કારણ પૂવર્ગ્રિહ સિવાય બીજું કંઈ છે?

(બેનૂરે ફાતેમહ એહતદય્તો,

અબ્દુલ મુન્ઈમ હસન, પાના નં. 210)

રસપ્રદ વાત એ છે કે અબ્દુલ મુન્ઈમની હિદાયતનું કારણ જ. ઝહરા (સ.અ.) નો ફિદકનો ખુત્બો હતો કે જેને વાંચ્યા પછી તેમના આંસુઓ વહેવા લાગ્યા. એટલા માટેજ તેમણે તેમની કિતાબનું નામ ‘બેનૂરે ફાતેમહ એહતદય્તો’ રાખ્યું એટલે કે ‘હું જનાબે ફાતેમા (સ.અ.) ના નૂરથી હિદાયત પામ્યો’.

(બ) એહલેબૈત (અ.મુ.સ.)ની મઝલુમી:

અન્ય ધર્મોના લોકોનું શીઆ મઝહબ સ્વીકારવાનું મહત્ત્વનુંકારણ એહલેબૈત (અ.સ.) ની મઝલુમિય્યત અને દીનની હિફાઝત અને તબ્લીગ માટે એહલેબૈત (અ.મુ.સ.)ની ફિદાકારી છે.

ફ્રાન્સના પ્રખ્યાત સંશોધક ડૉકટર જોઝફ પોતાની કિતાબ ‘શીઆ અને અક્કલોને હયરાન પમાડનારી પ્રગતિઓમાં’ લખે છે કે: ‘તમામ સ્વાભાવિક બાબતોમાં એ બાબત કે જેણે આ દીનની સૌથી વધારે હિમાયત કરી અને બીજા મઝહબના લોકોના દીલો ઉપર એક ઉંડી અસર છોડી તે હતી મઝલુમિય્યતનો ઈઝહાર. એટલેકે દીનની રાહમાં તેમના પેશ્વાઓએ જે કુરબાનીઓ આપી તે છે. આનું કારણ એ છે કે દરેક ઈન્સાનની ખાલિસ ફિત્રત મઝલૂમની સહાય અને મદદ કરવાનું વલણ ધરાવે છે.’

અહીં એ કહેવું અસ્થાને નહીં ગણાય કે આ હિસાબે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી અને તેમની ઔલાદ તથા સહાબીઓની અદ્ભૂત કુરબાનીઓ અને ઈસ્મતો તહારતના ખાનદાનની અસીરીના (કૈદના) બનાવોએ શીઆ મઝહબની તબ્લીગ અને ફેલાવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. આથી એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક ચાહનારાઓની આ જવાબદારી છે કે મઝલુમે કરબલા સૈયદુશ્શોહદા (અ.સ.)ની અઝાદારીમાં જેટલો પણ શકય હોય તેટલો વધારે ફેલાવો કરે અને તેમાં બિનજરી પોરા ન કાઢયા કરે.

ગવાહ:

ઉસ્તાદ સાએબ અબ્દુલ હમીદ લખે છે કે: ‘મારી હિદાયતનું કારણ હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર ઝાત છે….. બન્યું એમ હતું કે આશુરાના દિવસે શૈખ અબ્દુઝ્ ઝહરા કઅબી (ર.અ.) ના મુખે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના મકતલના બનાવો સાંભળી રહ્યો હતો. માહે મોહર્રમુલ હરામ હિ.સ. 1402 નો બનાવ છે. ઈમામ (અ.સ.)ના મસાએબ સાંભળીને મારા અંગો ધ્રુજી ઉઠયા. મારી આંખો ભરાઈ ગઈ. મારી અંદરથી અવાજ આવી રહ્યો હતો: ‘લબ્બૈક યા સય્યદી, યબ્ન રસૂલિલ્લાહ’. મારા મનમાં સવાલોના મોજાઓ ઊભરાઈ રહ્યા હતા……’

(મિન્હાજો ફી અલ-ઈત્તેમાએ અલ મઝહબી,

સાએબ અબ્દુલ હમીદ, પાના નં. 31,32)

એહલે સુન્નતના એ મશ્હુર લોકો કે જેઓ હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની કુરબાનીથી પ્રભાવિત થયા અને એહલેબૈત (અ.સ.) ના મઝહબને કબુલ કર્યો અને પછી પોતાનાેમઝહબ બદલવા વિષે કિતાબ લખી તેઓ આ મુજબ છે:

  1. ઉસ્તાદ ઈદરીસ હુસૈની મગ્શીયઅનેય અલ હુસૈનો (અ.સ.)
  2. ડો. મોહમ્મદ તિજાની ટયુનિસ-સૂમ્મ એહતદયતો
  3. એહમદ હુસૈન યાકુબ અર્દનઅસ્-સૂરતો વ અલ-માસાહો
  4. અલ્લામા ડો. મોહમ્મદ હસન શહાહા, અલ અઝહર યુનિવર્સિટીના ભૂતપૂર્વ શિક્ષક.

હકીકતોમાં ફેરફાર:

એક બીજી બાબત જે ઘણાં બધા લોકોના શીઆ મઝહબને કબુલ કરવાનું કારણ બની તે એ કે જે ન્યાયપ્રિય લોકો હતા તેમણે જ્યારે શીઆઓ સાથે મુલાકાત કરી અને તેમની તઅલીમાતનો અભ્યાસ કર્યો તો તેઓને એ વાતનો એહસાસ થયો કે જે વાતો તેઓને શીઆઓ વિશે જણાવવામાં આવી હતી તે હક્ક અને હકીકતથી ખૂબજ દુર (એટલેકે ખોટી) હતી.

ઉસ્તાદ હસન બિન ફરહાન માલેકી કે જેમની ગણના ઈસ્લામી સંસ્કૃતિ અને સંસ્કારિતાના પ્રખ્યાત લોકોમાં થાય છે તેમણે એક લેખ લખ્યો છે જેનું શિર્ષક હતું: ‘કેરાઅતુન ફી અત-તહવ્વુલાતે અસ્-સુન્નિય્યતે લીશ્શીઅતે’ અથર્ત્:િ એહલે સુન્નત દ્વારા શીઆ મઝહબ કબૂલ કરવા ઉપર એક ચચર્.િ

(અલ મજલ્લતો, અંક 1082, તા. 11/11/2000)

તેથી આપણે જોઈએ છીએ કે દુશ્મનોએ જાત જાતની તોહમતો લગાડી. જેમકે શીઆઓ અલી (અ.સ.)ની ઈબાદત કરે છે, જીબ્રઈલ (અ.સ.) એ વહી મોકલવામાં ભૂલ કરી, શીઆઓનો હેતુ ઈસ્લામને નાબુદ કરવાનો છે વિ. જ્યારે એહલે સુન્નતના લેખકો આ જુએ છે કે આ માત્ર બોહતાનો જ છે અને તેના સિવાય બીજું કંઈ નથી ત્યારે તેઓ હકીકતને જાણવા માટે બેચૈન થઈ જાય છે અને શીઆ મઝહબ કબુલ કરી લે છે.

(ડ) શીઆઓની મજબુત દલીલો:

મોહમ્મદ મરઈ ઈન્તાકી લખે છે કે: ‘શીઆ મઝહબના ફેલાવાના કારણોમાંથી સૌથી શ્રેષ્ઠ કારણ કે જેણે લોકોને આ મઝહબ તરફ આકષર્યા તે પોતાના મકસદને સાબિત કરવા માટેની શીઆઓની મજબુત દલીલો છે. શીઆઓ પોતાની વાતને સાબિત કરવા માટે શઆતથી લઈને આખર સુધી અક્લી દલીલોનો ઉપયોગ કરે છે.’

(લે માઝા ઈખ્તરતો મઝહબ અશ્-શીઅતે,

પાના નં. 51, મેં શીઆ મઝહબ શા માટે સ્વિકાર્યો.)

આ અમૂક કારણો હતા કે જેના લીધે એહલે સુન્નતના બુઝુર્ગ લોકોએ શીઆ મઝહબને કબુલ કર્યો. આમ તો (આના સિવાય પણ) ઘણા બધા કારણો છે પરંતુ અહિં આટલા ઉપરજ સંતોષ માનીએ છીએ.

અંતમાં એક વાત તરફ ધ્યાન આપવું ખૂબજ જરી છે કે હિદાયત ફકત અલ્લાહ તઆલાના હાથમાં છે અને તે જેની પણ ચાહે તેની હિદાયત કરે છે. તેથી દરેક ઈન્સાને દિલના ઉંડાણથી દોઆ કરવી જોઈએ કે અય અમારા રબ અમને બધાને સાચા રસ્તા ઉપર બાકી રાખ. વ આખેરો દઅવાના અનીલ હમ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન.

પરવરદિગાર! અમારા આકા અને મૌલા હઝરત સાહેબુલ અસ્ર (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી કર. જેથી મઝહબે હક્ક આખી દુનિયામાં ફેલાઈ જાય. આમીન.

ગો ટૂ ટોચ