હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ – બીજો ભાગ

વાંચવાનો સમય: 7 મિનિટ

ભાગ 1 માટે અહીં ક્લિક કરો…….

    1. હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફથી રિવાયત:

    હદીસ હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફ, સઈદ બીન ઝૈદથી અને તેણે તેના દીકરા અબ્દુરરેહમાન બીન હુમૈદથી નકલ કરેલ છે અને તેણે ઉમર બીન સઈદ બીન શરીહે મદનીથી અને તેણે મુસા બીન યઅકુબ ઝમઈથી અને તેણે મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન અબી ફદીકથી હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ને નકલ કરી છે.

    હુમૈદ બીન અબ્દુરહેમાન વિષે અગાઉ ચર્ચા થઈ ચુકી છે.

    પરંતુ મુસા બીન યઅકુબને અલી બીન મદીનીએ ઝઈફુલ હદીસ અને મુન્કેલ હદીસ કરાર દીધો છે અને નિસાઈએ તેને બીન ભરોસાપાત્ર કહ્યો છે. 12  અને ઈબ્ને અબી ફદીકને ઈબ્ને સઅદ ગૈરે હુજ્જત જાણે છે. 13

    1. રીયાહ બીન હારીસની રિવાયત:

    રીયાહની રિવાયતને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે તેના પૌત્ર સદકા બીન મુસા બીન રીયાહે નકલ કરી છે અને સદકાથી યહ્યા બીન સઈદ કત્તાન અને ઈસા બીન યુનુસ અને તેણે હિશામ બીન અમ્માર અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદથી અને તેણે અબુ કામીલ મુઝફફર બીન મદરકથી આ હદીસને નકલ કરી છે.

    હિશામ બીન અમ્માર વિષે અબુ દાઉદ કહે છે કે તેણે ચારસો મુસ્નદ હદીસો વર્ણવી છે જેમાંની કોઈપણ હદીસ મુળ અને બુનિયાદ ધરાવતી નથી. 14

    અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદ અબદી બસરીના વિષે ઝહબી એ તેના જીવનના ઈતિહાસ વિષે લખ્યું છે કે યહ્યા અને ઈબ્ને હબ્બાને તેને કોઈપણ ગણત્રીમાં શામીલ કર્યા નથી અને ઝહબી એ ખુદ તેના વિષે કહ્યું છે કે તે વહેમોનું સ્વરૂપ છે. 15

    1. અબુત્તુફૈલથી રિવાયત:

    અબુત્તુફૈલની રિવાયત આમીર બીન વાસેલાહ અને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે, તેણે વલીદ બીન અબ્દુલ્લાહ બીન જુમૈએ કરશીથી અને તેના દીકરાએ તેનાથી અને મોહમ્મદ બીન લકીર ખઝરમીએ પણ સાબીતથી આ હદીસ વર્ણવી છે.

    પરંતુ વલીદ બીન અબ્દુલ્લાહને ઈબ્ને હબ્બાને ઝઈફોમાં શુમાર કર્યા છે અને તેની હદીસો વડે દલીલ રજુ કરવાને બાતીલ જાણ્યું છે. અને અકીલી કહે છે કે: તેની હદીસમાં ઈઝતેરાબ છે અને હાકીમ નિશાપુરી કહે છે કે અગર મુસ્લીમે તેની હદીસને કાઢી નાખી ન હોત તો બેહતર હતું અને તેનો દીકરો સાબીત અજાણ્યા લોકોમાંથી છે અને મોહમ્મદ બીન બુકૈર પણ ‘સાહેબે ગરાએબ’તરીકે ઓળખાય છે. 16

    સઈદ બીન ઝૈદની રિવાયતો સનદની હેસીયતથી શંકાવાળી છે પરંતુ લખાણના હિસાબે પણ મુઝતરીબ છે. 17 કારણકે અમુક સનદોમાં અબુ ઓબૈદહ બીન જરરાહ આ દસ લોકોમાં શામીલ થયો છે અને અમુક રિવાયતોમાં ઈબ્ને મસ્ઉદને પણ બશારત આપવામાં આવી છે.18 આ દરેક બાબતોની સાથે તે પણ કે સઈદ બીન ઝૈદ હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ના લખાણમાં આવ્યો છે અને એટલા માટે કે તે ખુદ પોતે પોતાની શુધ્ધતા અને વખાણ અને બીજાઓની શુધ્ધતા અને વખાણની યોજના પર અમલ કરી રહ્યો છે, તો આ દોષનું સ્થાન છે કે કેવી રીતે કોઈ વ્યકિત પોતાના ખુદના વખાણ અને તઝકીય્યહ કરે અને એ વાત તેની જગ્યાએ સાબિત થઈ ગયેલ છે કે અગર કોઈ શખ્સ બીજાનો તઝકીય્યાહ કરે જ્યારે કે તે બીજો તઝકીય્યાહ કરનારો શખ્સ આનો ‘મુઝક્કી’ હોય તો શરીઅતે ઈસ્લામમાં તેનો તઝકીય્યહ કબુલ થવાને પાત્ર નહીં હોય. 19

    (ક) અબ્દુલ્લાહ બીન ઉમર દ્વારા:

    તબરાનીએ અહમદ બીન અલ-હુસૈન બીન અબ્દુલ મલીક કસરી મોઅદદીબથી અને તેણે હામીદ બીન યહ્યાથી અને તેણે સુફીયાનથી, તેણે સુફયાન બીન ખમ્સથી, તેણે હબીબ બીન અબી સાબીતથી, તેણે અબદુલ્લાહ બીન ઉમરથી અને તેણે રસુલે ખુદા (સ.અ.વ.) થી હદીસે અશ્રએ મુબશ્શેરહ નકલ કરી છે. 20

    આ હદીસની સનદમાં સુફયાન બીન અય્નીય્હ આવેલો છે કે જે એહલે તદલીસ21 માંથી છે22 અને તેની સનદમાં હબીબ બિન અબી સાબિત પણ છે કે જેને ખુઝૈમા અને ઈબ્ને હબ્બાને તેને મુદલ્લસ ગણ્યો છે. 23

    સામાન્ય શંકાઓ અને વાંધાઓ:

    હદીસે ‘અશ્રહએ મુબશ્શેરહ’ની બધીજ સનદોમાં સામાન્ય રીતે પણ શંકાઓ અને વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે. જેમાંથી અમુકની તરફ ઈશારો કરીએ છીએ.

    1. આ હદીસોનો પ્રચાર અને પ્રસાર ફકત મોઆવીયાની હુકુમતના સમયમાં એટલેકે રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના ત્રીસ વર્ષ પછી થયો. આ એક એવો વિષય છે કે આ હદીસોની સત્યતા ઉપર સવાલ પૈદા થાય છે કારણકે આ અગાઉ તેના પહેલાના ખલીફાઓની હુકુમત (ખીલાફત) તરફથી આ પ્રકારની હદીસોના પ્રસારણ માટે અનુકુળ વાતાવરણ ન હતું. તેથી ખુબજ પ્રબળ શકયતા એ છે કે આ હદીસ મોઆવીયાની હુકુમતના સમયમાં ખલીફાઓ અને અમૂક સહાબીઓની શાનમાં ઘડવામાં આવેલી તે હદીસોની જેમજ ઘડી કાઢવામાં આવી હોય.
    2. આશ્ર્ચર્ય એ વાતનું છે કે તેમ છતાં કે બુખારી અને મુસ્લીમે સહાબીઓના બચાવ માટે સંપૂર્ણ યોજના બનાવી હતી. ખાસ કરીને શૈખૈનના બચાવ માટે. પરંતુ તેઓએ આ પ્રકારની હદીસોની નોંધ કરી નથી. આથી આપણે એ સમજવું જોઈએ કે અગર આ હદીસની કોઈ સહીહ અને સાચી સનદ મળતે તો તેઓ જરૂર નોંધ કરતે.
    3. તેનાથી પણ વધારે આશ્ર્ચર્ય તે વાત ઉપર છે કે સઅદ બીન અબી વક્કાસથી નકલ થયું છે કે તેણે કહ્યું: મેં રસુલે ખુદા (સ.અ.વ.) થી નથી સાંભળ્યું કે ઝમીન ઉપર ચાલનારા કોઈ જીવંત વ્યકિતના બારામાં સિવાયકે અબ્દુલ્લાહ બીન સલામ માટે કહેવામાં આવ્યું હોય કે તે જન્નતીઓમાંથી છે.24 હવે સવાલ એ થાય કે કેવી રીતે આ હદીસ સઅદ બીન અબી વક્કાસથી છુપી રહી. જ્યારે કે તેઓ ખુદ તે દસ વ્યકિતઓમાંથી એક છે જેનું નામ હદીસમાં લાવવામાં આવ્યું છે.
    4. કેવી રીતે આ હદીસને કબુલ કરવામાં આવે જ્યારે કે આ દસ લોકોમાંથી અમૂક લોકો એકબીજાના ખુનને મુબાહ (જાએઝ) ગણતા હતા અને તેના કત્લને હલાલ જાણતા હતા. શું તલ્હા અને ઝુબૈર ઉસ્માનના ખુબ જ સખત વિરોધી ન હતા? અને શું આ બન્નેએ આયેશા સાથે મળીને ઉસ્માનની વિરૂધ્ધ સૌથી મોટી ચળવળ ચલાવી ન હતી? અને લોકોને તેના કત્લ માટે ઉશ્કેરયા ન હતા? ઉમર બીન ખત્તાબે કેવી રીતે અસ્હાબે શુરાના છ લોકોને કત્લની ધમકી આપી હતી જ્યારેકે આ બધાજ લોકો (અશ્રએ મુબશ્શેરહ)ના દસ વ્યકિતઓમાં શામેલ છે?
    5. આ રિવાયત અકલની પણ વિરૂધ્ધ છે. કારણકે કોઈએ પણ અને ખાસ કરીને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ કોઈને પણ જન્નતની અને તેમાં પણ નિશ્ચિત ખુશખબરી અને જહન્નમની સજાથી અમાન ન આપવી જોઈએ જ્યારે કે આવો વ્યકિત મઅસુમ ન હોય અને ખરાબ અમલો અને અંધકાર અને ગુમરાહીથી સુરક્ષિત ન હોય અને ખાસ કરીને તે બાબત (બશારત) કે જે તેઓને અભિમાની બનાવી દે અને ગુનાહ કરવા પ્રત્યે પ્રેરતી રહે?25 શું નબીઓનું કામ એ નથી કે તેઓ લોકોને ખૌફ અને ઉમ્મીદની દરમ્યાન રાખે?
    6. આ હદીસના ઝઈફ હોવાના પરિબળોમાંથી એક એ પણ છે કે ત્રણેય ખલીફાઓમાંથી કોઈએ પણ કોઈ એક પ્રસંગે પણ આ હદીસને દલીલ તરીકે રજુ કરી નથી. અબુબક્રએ સકીફામાં જ્યારેકે તેમના માટે તે યોગ્ય મૌકો હતો અને ઉસ્માને પણ જ્યારે તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા ત્યારે આ હદીસથી દલીલ કેમ ન કરી? જ્યારે કે દલીલ રજુ કરવા માટે આ યોગ્ય અને અનુકુળ સમય હતો. શું એવું નથી કે જેઓ જન્નતી હોય તેમના ખુનની હિફાઝત વાજીબ હોય? ખુદ બીજી દલીલ છે આ હદીસના ઘડેલી હોવાની. અગર આ હદીસ સાચી હોય તો શા માટે ઉસ્માન બીન અફફાનનો જનાઝો ત્રણ દિવસ સુધી શહેરના કચરામાં પડયો રહ્યો. ત્યાં સુધી કે તેના કબીલાવાળાઓમાંથી અમૂક લોકોએ તેને ચારેય બાજુથી દીવાલોવાળા યહુદીઓના કબ્રસ્તાન કે જેનું નામ ‘ખશે કવકબ’ હતું તેમાં દફન કર્યો? અને આટલુંજ પુરતું ન થયું તદ્ઉપરાંત તેના જનાઝા ઉપર પથ્થરો વરસાવ્યા અને તેના જનાઝાની નમાઝ પણ ન પઢી?!! 26
    7. અગર આ રિવાયત સહીહ અને સાચી હતી તો ખુદાની બખ્શીશ અને માફી ઉપર સંતોષ અને ભરોસો રાખવો જોઈએ. કારણકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેઓના જન્નતી હોવાની ખુશખબરી આપી હતી, જ્યારેકે આપણે ઐતિહાસીક રિવાયતો ઉપર નઝર કરીએ છીએ તો ખબર પડે છે કે અબુબક્ર મરતા સમયે ભયભીત અને પોતાના અંત અને અંજામથી ડરેલા હતા અને ઉમર પણ પોતાની મૌતના સમયે ખુદાથી તલબ કરતા હતા કે અય કાશ હું માટી હોતે અને મારી માં એ મને પૈદા ન કર્યો હોતે અને આ રીતે હું મારા આમાલથી નજાત પામ્યો હોતે. આજ રીતે જ્યારે ઉસ્માનને ઘેરી લેવામાં આવ્યા ત્યારે તેઓ પણ હુકુમતના ખૌફથી ચીખ-પુકાર કરતા હતા. જ્યારે કે ઘડી કાઢેલી રિવાયત ‘અશ્રએ મુબશ્શેરહ’ના આધારે તેઓ જન્નતી હતા. તો તેઓ માટે આ ચીખ અને પુકારનું સ્થાન ન હતું.

    હદીસ ઘડનારા વિષે:

    આ યોગ્ય મૌકો છે કે હદીસને ઘડવા અને તેને રસુલે ખુદા (સ.અ.વ.) તરફ નિસ્બત આપનારના અંજામની તરફ ઈશારો કરીએ:

    પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

    مَنْ كَذِبَ عَلَيَّ مُتَعَمِّداً فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ

    ‘જે કોઈ જાણીજોઈને ખોટી વાતને મારા તરફ નિસ્બત આપે તો તે જાણી લે કે તેનું ઠેકાણું જહન્નમ છે. ’ 27

    અને એક બીજી રિવાયતમાં અબુહુરૈરાથી નકલ થયું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

    مَن تَقَوَّلَ عَلَيَّ   مَا لَمْ أَقُلْ فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ

    ‘જે કોઈ વાતને મારા તરફ નિસ્બત આપે છે જેને મેં નથી કહી તો તેણે પોતાનું ઠેકાણું જહન્નમમાં જોવું જોઈએ. ’ 28

    આજ રીતે આં હઝરત (સ.અ.વ.) થી નકલ થયું છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

    لَا تَكْذِبُوْا عَلَيَّ فَإِنَّ الْكِذْبَ عَلَيَّ يُوْلِجُ النَّارُ

    ‘મારાથી ખોટી વાતને નિસ્બત ન આપો કારણકે મારાથી જુઠની નિસ્બત જહન્નમમાં દાખલ થવાનું કારણ છે. ’ 29

    અને આં હઝરત (સ.અ.વ.)થી આ પણ નકલ થયું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

    مَنْ حَدَّثَ عَنِّي حَدِيْثًا وَ هُوَ يَرى أَنَّه كَاذِبٌ فَهُوَ أَحَدُ الْكَاذِبِيْنَ

    ‘જે વ્યકિત મારાથી કોઈ હદીસ વર્ણવે જ્યારે કે તે જાણતો હોય કે તે જુઠો છે તો તે ખોટું બોલનારાઓમાંથી છે. ’ 30

    સિયુતી કહે છે કે: ‘મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી જુઠ નિસ્બત આપવાથી વધીને બીજો કોઈ ગુનાહે કબીરા નથી જોયો કે કોઈ શખ્સ એહલે સુન્નતમાંથી તે કામ અંજામ આપનારને કુફ્રની નિસ્બત આપે તો તે કાફીર છે.

    અને આથી શેખ અબુ મોહમ્મદ જુવૈની કે જે અમારા સહાબીઓમાંથી છે (ઈમામુલ હરમૈનના પિતા) તેણે કહ્યું:

    જે કોઈ જાણીજોઈને રસુલે ખુદા (સ.અ.વ.) સાથે જુઠને બાંધે તો તેણે કુફ્ર કર્યું અને તેના કારણે તે ઈસ્લામથી બહાર થઈ ગયો અને આલીમોના એક સમૂહમાંથી જેમકે અઈમ્મએ માલેકીય્યહના ઈમામ નાસિદ્દીન બિન મુનીરે તેમનું અનુસરણ કર્યું છે અને આ બધી એ વાતની દલીલ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની તરફ જુઠી વાતની નિસ્બત આપવી તે સૌથી મોટા ગુનાહે કબીરામાંથી છે. કારણકે એહલે સુન્નતની નઝદીક ગુનાહાને કબીરામાંથી કોઈપણ ગુનાહ કુફ્ર નથી કહેવાતું. 31

    તેણે નોવવી અને બીજા લોકોથી પણ નોંધ કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની તરફ જૂઠની નિસ્બત આપવી એ ગુનાહે કબીરામાં શુમાર થાય છે. 32

    1. મુસ્નદે એહમદ બીન હમ્બલ ભાગ-2, પા. 193, તીરમીઝી ભાગ-5, પા. 627
    2. મુરસલ હદીસ તે હદીસ ને કહેવામાં આવે છે કે કોઈ વ્યકિતએ તે હદીસને પયગમ્બર અથવા ઈમામથી ન સાંભળી હોય અને કોઈ માધ્યમ વગર નકલ કરી હોય. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મુરસલ હદીસ તે છે કે જેનો અંતિમ રાવીનું વર્ણન અથવા જાણકારી ન હોય.
    3. તેહઝીબુત્તેહઝીબ 2/30
    4. સોનને તીરમીઝી 5/647
    5. તેહઝીબુત્તેહઝીબ 3/471
    6. મીઝાનુલ એઅતેદાલ 2/432
    7. તેહઝીબુત્તેહઝીબ 3/176
    8. અલમુસ્તદરકે અલસ્સહીહૈન 3/316-317
    9. અલમુસ્તદરકે અલસ્સહીહૈન 3/316-317
    10. તકરીબે તેહઝીબ 1/472
    11. ઉસુલે સરખ્ખી 1/370
    12. તેહઝીબુત્તેહઝીબ 5/585
    13. તેહઝીબુત્તેહઝીબ 5/42
    14. તેહઝીબુત્તેહઝીબ 6/37
    15. તઝકેરતુલ હુફફાઝ 1/258
    16. તેહઝીબુત્તેહઝીબ 6/90
    17. મુઝતરીબ એવી હદીસને કહેવાય છે કે જે લખાણ અથવા સનદ બાબતે અલગ-અલગ રીતે વર્ણવવામાં આવી હોય અને અગર આ વિરોધાભાસ અર્થ અથવા સનદની સાંકળમાં હોય તો તેમાં નુકસાનનો ભય હોય છે અને ભરોસાપાત્રતાના દરજ્જામાંથી સાકીત થઈ જાય છે. નહીંતર તેના ઉપર અમલ થઈ શકે છે. પરંતુ આવા સંજોગો જ્યારે કે આવી બે રિવાયતોમાંથી એક રિવાયત હાફીઝ રાવી થકી વારીદ થઈ હોય તો આ હદીસ ઉપર અમલ થઈ શકે છે.
    18. મુસ્તદરકે હાકીમ 3/316
    19. અલ ઈફસાહો ફીલ ઈમામહ, પા. 71, તલ્ખીસુશ્શાફી, 3/241
    20. અલ મોઅજમુલ અવ્સત-3, ક્નઝુલ ઉમ્માલ 11/645
    21. મુદ્દલ્લસ અને તદલીસ એટલે જેમાં ભેળસેળ અને ધોકાબાજી જોવા મળે. આવી હદીસોમાં મોહદ્દીસ (હદીસવેતા) જ્યારે રિવાયત નકલ કરે તો કહે છે કે મને ફલાણા એ ખબર આપી અને તે જાહેર કરે છે કે ખુદ પોતે તેનાથી હદીસ સાંભળી છે. જ્યારેકે હોય છે એવું કે તેણે તેનાથી મુલાકાત કરી હોય છે પરંતુ હદીસને તેનાથી સાંભળી હોતી નથી અથવા ભલે તે તેના સમયમાં રહ્યો હોય. પરંતુ મૂળભૂત રીતે તેનાથી મુલાકાત નથી કરી અથવા એક પરિસ્થિતિ એવી પણ છે કે સનદના સીલસીલમાંથી ઝઈફ રાવીને હટાવી દે છે કે જેથી કરીને હદીસને કબુલ કરી શકાય તેવી હદીસ દર્શાવે.
    22. મીઝાનુલ એઅતેદાલ 2/170 નંબર-3327
    23. તેહઝીબુત્તેહઝીબ 1/431
    24. મુસ્નદે એહમદ 1/177, તેહઝીબો તારીખે દમીશ્ક 7/449, અલ એસાબહ 4/81
    25. અલ ઈફસાહ ફીલ ઈમામત પા. 71-72, તલ્ખીસે શાફી 3/241
    26. તારીખે તબરી 5/143-144, ઈસ્તીઆબ ઝીંદગાનીએ ઉસ્માન
    27. સોનને ઈબ્ને માજા 1/13 અને 14
    28. સોનને ઈબ્ને માજા 1/13 અને 14
    29. સોનને ઈબ્ને માજા 1/13
    30. સોનને ઈબ્ને માજા 1/14 અને 15
    31. તેહઝીલખવાસ-21
    32. અલ ખસાએસુલ કુબ્રા 2/254
ગો ટૂ ટોચ