શહીદે રાબેઅ (ચોથા શહીદ) (ર.અ.) અને ‘નઝહએ ઇસ્ના અશરીય્યહ દર રદ્દે તોહફએ ઇસ્ના અશરીય્યહ’ની ઓળખાણ
અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને પોતાના ખાલિક અને સાચા માલિકની જ ઇબાદત અને બંદગી કરાવવા માટે માર્ગદર્શકો નિયુકત કર્યા અને તેઓને દુનિયામાં મોકલ્યા. તેઓએ દરેક ઝમાનામાં તે જ ખુદાવંદે આલમની ઇબાદત કરવાની દઅવત આપી અને તેઓ ૫ણ તે જ ખુદાવંદે આલમની ઇતાઅત અને બંદગી કરતાં રહ્યા. આ દઅવતમાં મોટી મોટી રૂકાવટો આવી, તોફાન આવ્યા ૫રંતુ દરેક તોફાનનો સામનો કરીને ઇન્સાનોને એક ખુદાની ઇબાદત તરફ તેઓ બોલાવતા રહ્યા. અલ્લાહના અંબીયા અને અવસીયાએ આ રસ્તામાં એવી કોઇ ઝહેમતો અને તકલીફો નથી કે જે ન ઉઠાવી હોય. અમુક લોકોને પોતાના ગામથી જીલા વતન કરી દેવામાં આવ્યા તો અમુકને કત્લ કરી દેવામાં આવ્યા, અમુકને આરીથી કાપવામાં
આવ્યા અને ખુબજ બેરહેમી અને બેદર્દીથી તેમની ઝીંદગીનો અંત કરવામાં આવ્યો. ૫રંતુ કોઇ૫ણ નબી અને વસીએ પોતાની ચળવળ અને મિશન સાથે બાંધછોડ કરી નહીં. અલ્લાહના અંબીયા અને વસીઓ ૫છી ખુદાવંદે આલમના અમુક ખાસ અને ચુંટી કાઢેલા અંબીયા (અ.મુ.સ.)ના ઇલ્મના વારીસો આ જ રસ્તાનું માર્ગદર્શન કરતાં રહ્યા. તેમને ૫ણ તેવી જ રીતે વિરોધીઓ અને દુશ્મનોનો સામનો થતો હતો. ૫રંતુ હિદાયતના કારવાનના ડગલા કયારેય ૫ણ પાછા ૫ડયા નથી. આ સિલસિલો આખરી નબી ખત્મી મરતબત (સ.અ.વ.) ઉ૫ર તમામ થયો અને ખુદાવંદે આલમની તરફથી દીન સંપુર્ણ થયો અને નેઅમતો તમામ થવાનું એલાન થયું અને તેની સાથોસાથ એ ૫ણ થયું કે આજના દિવસે કાફીર દીનથી માયુસ થઇ ગયો અને ચોકકસ ૫ણે કાફીર માયુસ થઇ ગયો. ૫રંતુ આ માયુસી હોવા છતાં ખુદાવંદે આલમના દીનથી દુશ્મની અને તેની રાહ ઉ૫ર ચાલનારાઓને ગુમરાહ કરવાની કોશિશ કરતા રહ્યા. તેના મુકાબલામાં હકકવાળાઓ ૫ણ દીન તેના મૂળ અને અકીદાઓને ફેરફાર તથા વધારા ઘટાડાથી સુરક્ષિત રાખવાનું વાતાવરણ ઉભુ કરતા રહ્યા. આ દરેક ઝમાનામાં થતું રહ્યું. આ રસ્તામાં અંબીયા (અ.મુ.સ.)ના નકશે કદમ ઉ૫ર ચાલીને ગૈબતના ઝમાનામાં રબ્બાની આલીમો અને ઇલાહી હાકીમોએ કમાન સંભાળી અને પોતાની કલમ, ઝબાન ત્યાં સુધી કે જાન અને નફસની કુરબાની આપીને ૫ણ તેનાથી પીછેહઠ કરેલ નથી. આ સિલસિલામાં ઇતિહાસમાં મોટી મોટી હસ્તીઓના નામ ચમકતા સિતારાની જેમ ઝળહળી રહ્યા છે અને તેઓએ પોતાની કુરબાનીથી જે દીવાઓ પ્રકાશિત કર્યા છે તે સદીઓથી અંઘકારમય રસ્તાઓને પ્રકાશિત કરી રહ્યા છે. અગર ‘અલ લમઅતુલ દમીશ્કિયા’ના સ્વરૂપે ફિકહ અને ફકાહતના મૈદાનમાં શહીદે અવ્વલ (ર.અ.)નું મહાન કારનામુ છે તો ‘રવઝતુલ બહીય્યહ’ના શિષર્ક હેઠળ શહીદે સાનીની ૫ણ મહાન ખિદમત જોવા મળે છે. તો બીજી તરફ ઇલ્મે કલામ અને અકાએદમાં ‘એહકાકુલ હક્ક વ ઇબતાલુલ બાતીલ’ના સ્વરૂપે શહીદે સાલીસ (અ.ર.)ની આશ્ચર્ય ૫માડે તેવી સનદો દલીલો અને પુરાવાનો સિલસિલો કાએમ છે તથા આ જ સિલસિલાનું એક મહાન કારનામુ શહીદે રાબેઅ, અલ્લામા કલીમ મીર્ઝા મોહમ્મદ બીન ઇનાયત એહમદ ખાન દહેલ્વી કશ્મીરી તાબસર્રાહની દરેક દુશ્મનોને ચુ૫ કરી દેનારી અને એહલેબૈત (અ.મુ.સ.)ની બે પનાહ મોહકમ દલીલો અને સ્પષ્ટ પુરાવાઓની સાથે ખુબજ સુંદર અંદાઝમાં રજુ કરનારી મુલ્યવાન કિતાબ ‘નઝહે ઇસ્ના અશરીય્યહ દર રદ્દે તોહફએ ઇસ્ના અશરીય્યહ’ ૫ણ છે. વાંચકો સમક્ષ આ લેખમાં આ કિતાબ અને તેના લેખકનો ટુંકો પરિચય રજુ કરી રહ્યા છીએ કે જેથી એ અંદાજો લગાવી શકાય કે અંબીયા અને અવસીયા (અ.મુ.સ.)ના રસ્તામાં એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતની હિફાઝત અને બચાવ કરનારાઓએ કેટલી હદે કોશિશ કરી અને તકલીફો ઉઠાવી છે.
અલ્લામા હકીમ મીર્ઝા મોહમ્મદ બીન ઇનાયત એહમદ ખાન દહેલ્વી:
કિતાબ નોજુમુસ્સમાઅમાં આ૫ની જે ઓળખાણ રજુ કરવામાં આવી છે તે કંઇક આ પ્રમાણે છે: અલ્લામા હકીમ મીર્ઝા મોહમ્મદ બીન ઇનાયત એહમદ ખાન કશ્મીરી દહેલ્વી હી.સ. ૧૨૫૩ ખુબજ ખુલુસ ધરાવનારા ઉચ્ચ મરતબો ધરાવતા અને નિષ્ણાંત મોતકલ્લીમ જબરદસ્ત ડોકટર હોવાની સાથે સાથે ઇજતેહાદનો દરજજો ધરાવતા હતા. તેઓ ફુરૂએ મસાઇલમાં કોઇની તકલીદ કરતા ન હતા.
ઉસ્તાદો:
શરૂઆતની તાલીમ પોતાના ઝમાનાના મહાન આલીમોથી શરૂ કરી. ડોકટરી જ્ઞાન, કાનુન અને શરુએ મુજઝ અલ્લામા હકીમ શરીફ ખાન તાબ સર્રાહથી પ્રાપ્ત કર્યું. ઓલુમે નકલીયા સૈયદ અજલ નહેરીર અકમલ સલાલા દુદમાન મુર્તઝવી, ખુલાસ એ ખાનદાન મુસ્તફવી જનાબ મૌલવી સૈયદ રહેમઅલી તગમદહુલ્લાહ બે લુત્ફેહીલ અલ ખફી વલ જલી કિતાબ ‘બદરૂદ દોજા’ના લેખક કે જેઓ મોહમ્મદશાહ પાસાહના ભાઈ ‘અચ્છેમીંયા’ના ઉસ્તાદ હતા તેમનાથી પ્રાપ્ત કર્યુ.
તેમનો ઇલ્મી અભ્યાસ અને ઓલુમે અકલીયા અને નકલીયાના ટૂંકા ૫રિચયમાં સુલતાનુલ ઓલમા મૌલાના સૈયદ મોહમ્મદ તાબ સર્રાહના શબ્દોમાં નોંધ કરતા આ૫ની શખ્સીય્યતનો સંપૂર્ણ૫ણે અંદાજો લગાવી શકાય છે : તેઓ પોતાના અમુક બયાનમાં મીર્ઝા હકીમના બારામાં લખે છે કે:
العالم مدقق و الفاضل المحقق ، العریف الاکمل، و النحیر ابخل، جامع المعقول و المنقول، حاوی الفروع و الاصول حافظ ثغور الملۃ القویمۃ الجعفریہ ، قالع قلاع البدع المحدثۃ الما تردیدیہ و الاشعرۃ المتوقدا لاوحد المیزا محمد طالب ثراہ و جعل الجنۃ مثواہ
’તેઓ તપાસ કરનાર આલીમ, શોધખોળ કરનાર નેક અને ફઝીલત ધરાવનારા ઈન્સાન, સંપૂર્ણ આરીફ, ઉત્તમ લાઈબ્રેરીયન, અકલી વાતો અને મૂલ્યોને એકત્ર કરનાર, ફુરુઅ અને ઉસુલ ઉપર પ્રભુત્ત્વ ધરાવનાર, સાચા અને સીધા, જાફરી મઝહબનું રક્ષણ કરનાર, બિદઅતો અને વિધર્મીઓના કિલ્લાઓને ઉખાડી ફેંકનાર, જે ઈચ્છે તેની શોધ કરનાર, મીર્ઝા મોહમ્મદ તાબ સર્રાહ કે જેઓ જન્નતમાં આરામ ફરમાવી રહ્યા છે.’ [1]
[1] જુઓ પાના નં. ૩ અ, ૩ બ
મરહુમ અલ્લામા હકીમની લખેલી કિતાબો અને સંકલીત કરેલી કિતાબો:
મરહુમ અલ્લામાએ વિવિધ ઇલ્મી ક્ષેત્રોમાં કિતાબો લખવા અને સંકલીત કરવા ઉ૫રાંત એહલે સુન્નતની ભરોસાપાત્ર કિતાબોનો સારાંશ લખ્યો છે પરંતુ તેને અયોગ્ય લોકોએ નકામી સમજીને બરબાદ કરી દીધી છે અને આજે તે અપ્રાપ્ય છે. આપે લખેલી અમુક કિતાબો:
૧) તારીખુલ ઓલમા, રેજાલમાં વિસ્તૃત અને વિગતવાર કિતાબ છે.
ર) રેસાલએ ઇલ્મે બદીઅ
૩) રેસાલએ સર્ફ દર ફારસી
૪) નેહાયતુદ દેરાયાહ અરબી રેસાલાહ વજીહની શર્હ શૈખ બહાઉદ્દીન આમુલી (અ.ર.) જે ઇલ્મે દેરાયતના વિષય ઉ૫ર છે. જેમાં અંદાજે પંદર હજાર પંક્તિઓ છે. ટૂંકમાં એ કે તેમની શર્હથી મર્હુમ અલ્લામાની ઇલ્મી નિપુણતા અને વિપુલતાનો અંદાજો લગાવી શકાય છે.
૫) ‘તંબીહે એહલુલ કમાલ વલ અન્સાફ અલા ઇખ્તેલાલે રેજાલ અહલુલ ખેલાફ’ જેના લેખકે ખોટી રિવાયતો, મજહુલ અને ઝઇફ તથા ખવારીજ અને નવાસીબ તથા કદરીયા અને મરજએ રેજાલ જેઓને અરબાબે સીહાહે સીત્તાએ પોતાની કિતાબોમાં નોંધ કરી છે તેઓને ઇબ્ને હજરે અસ્કલાનીની તકરીબથી બહાર કાઢી છે.
૬) ‘ઈઝાહુલ મકાલ ફી તવ્જીહે અકવાલુર રેજાલ’ લેખક (અ.ર.) આ કિતાબમાં શિઆ હદીસોના રાવીઓના કથનો, તેમના જીવનની પરિસ્થિતિનું અર્થઘટન અને સ્પષ્ટતા ફરમાવી છે.
૭) રેસાલએ દર ફલસફા ફારસી
૮) મુન્તખબ ફૈયઝુલ કાદીર બર શર્હે જામેઉસ્સગીર’ મનાવી જેને લેખકે ૪ ભાગને ૧ ભાગમાં લખી છે. જે અંદાજે પંદર હજાર પંક્તિઓ ઉ૫ર આધારિત છે.
૯) મુન્તખબ અન્સાબે સમ્આની
૧૦) મુન્તખબ કન્ઝુલ ઉમ્માલ મુલ્લા મુત્તકી હિન્દી જેમાં લેખક (અ.ર.)એ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને બીજા એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામત ઉ૫ર દલાલત કરનારી હદીસો અને બીજા ખલીફાઓના ઐબો અને તેઓમાં જોવા મળતા દુર્ગુણોને નોંધ્યા છે.
૧૧) રિસાલએ બદાઅ
૧૨) રિસાલએ દર મસઅલે રૂય્યત
તેવીજ રીતે એહલે સુન્નતની ઘણી બધી કિતાબોને ચુંટી કાઢી છે કે જેમાંથી ઘણી ખરી કિતાબો આજે અયોગ્ય લોકોના હાથે બરબાદ થઇ ચુકી છે. જેને લેખકે ચુંટી કાઢી છે તે નીચે પ્રમાણે છે.:
સહીહ બુખારી, સહીહ મુસ્લીમ, સહીહ તીરમીઝી, નેસાઇ, સોનને અબુ દાઉદ, મૌતા માલીક, નકાવતે તસવ્વુફ, રજુઉલ ફરઅ એલલ અસ્લ, ઈત્કાને સીયુતી, તબકાતે હનફીયા રહમતુલ ઉમ્મતે શમરાવી, શર્હે મવાકીફ, કિતાબ સિયાસતે વલ ઇમામહ, તારીખે ખમીસ ફી અહવાલીન નફસીલ નફીસ, તારીખે ઇબ્ને ખલ્કાન, હિલ્યતુલ અવલીયા, મદારેજુલ નોબુવ્વહ, મઆરેજુન નોબુવ્વહ, શર્હે મકાસીદ તફતાઝાની વિગેરે…….
આ૫ની શહાદત:
મર્હુમ અલ્લામા હકીમ (ર.અ.)ના શાગીર્દ મીર્ઝા અમીર અલી ખાન શાહજહાન આબાદીએ નોંધ કર્યા મુજબ દિલ્હીના ઉપનગરમાં બાદશાહનો એક નજીકના અમીર રહેતો હતો. તે અલ્લામા હકીમ સાહેબ સાથે અત્યંત દુરાગ્રહ ધરાવતો હતો. તે મલઉને મક્ર અને ચાલબાજીથી અલ્લામા હકીમને ઇલાજ કરવાના બહાના હેઠળ બોલાવ્યા અને ઝહેર આપીને શહીદ કરી દીધા. કારણકે મર્હુમ લેખકની ઇલ્મી ખ્યાતી ખુબજ બલંદ હતી અને આ૫ની અમુલ્ય અને લાજવાબ કિતાબો મઝહબે હકકાનીય્યત અને બીજા બાતિલ મઝહબની ઓેળખ કરાવી રહી હતી અને દુનિયાના તમામ ઇલ્મ ધરાવનારા લોકો તેમનાથી ૫રિચીત થઇ ચુકયા હતા ૫રંતુ દુશ્મનોને ખબર ન હતી કે શહીદના લોહી અને આલીમની કલમમાં કેટલી તાકત હોય છે. આજે ર૦૦ વર્ષથી વધારેનો સમય પસાર થઇ ચુકયો છે અને એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતનો મહાન બચાવ કરનારાઓના ઇલ્મની કારનામાઓ આજે ૫ણ હકક તલાશ કરનારાઓને તૃપ્ત કરી રહ્યા છે. પંજા શરીફ દિલ્હીમાં આ૫ની કબ્ર દરેક લોકો માટે ઝિયારતગાહ છે અને ધ્યાન આ૫વા લાયક મરકઝ બની ગયુ છે. જ્યાં ઘણા નેક લોકો અને મોઅમીનોની કબ્ર મૌજુદ છે. આ૫ની કબ્ર ઉ૫ર ફારસીમાં લખવામાં આવેલ શેઅર આ૫ની શહાદતની ખબર સંભળાવી રહ્યું છે.
در شیونش بہ گریہ بگو و محمدا ، ۱۲۳۵
’તેઓને કહો ગમમાં રડે અને કહે વા મોહમ્મદ !’ (હિ.સ. ૨૨૩૫)
અલ્લામા હકીમે કિતાબ તોહફએ ઈસ્ના અશરીય્યહના તમામ ૧૨ પ્રકરણોનો સંપૂર્ણ જવાબ પોતાની કિતાબ નઝહએ ઈસ્ના અશરીય્યહમાં નોંધ્યો છે. તેનાથી મર્હુમની ઈલ્મી હૈસિય્યતનો ખુબ સરસ રીતે અંદાજો લગાવી શકાય છે કે મર્હુમ ફકત ઈલ્મે કલામમાં જ નહિં બલ્કે ઈલ્મે રેજાલ, ઈલ્મે દેરાયતહ, ઈલ્મે અદબ, ઈલ્મે હદીસમાં તથા ફિકહે ઉસુલ તથા તમામ બીજા ઈલ્મોમાં નિપૂણતા ધરાવતા હતા. મર્હુમ લેખકે તેને ૧૨ પ્રકરણોમાં લખ્યું છે કે જેનું દરેક પ્રકરણ તોહફાના મુકાબલામાં કરાર દીધું છે.
કિતાબ નઝહએ ઈસ્ના અશરીય્યહ:
કિતાબ તોહફએ ઈસ્ના અશરીય્યહ જે શિઆ હક્ક મઝહબના વિરોધમાં અબ્દુલ અઝીઝ મોહદ્દીસ દહેલવીએ લખી હતી કે જે હકીકતમાં ખ્વાજા નસરુલ્લાહ કાબુલીની કિતાબ ‘સવાકેઅ’નો તરજુમો છે. તેને અગાઉ એક
અજાણ્યા નામથી અને પછી પોતાના મૂળ નામથી પ્રકાશિત કરવામાં આવી હતી. અલ્લામા મર્હુમ (અ.ર.)એ તેના વિષયો અને દલીલો તથા શૈલીને જોઈને તેને જવાબ આપવા લાયક ન સમજી કારણકે તે દલીલોના આધારે અત્યંત નિમ્ન કક્ષાની કિતાબ હતી. તેના વિષયો બિનઅકલી અને તેની પધ્ધતિ અત્યંત નાદાની ભરી હતી. પરંતુ તે કિતાબ જાહીલોની દરમ્યાન ખુબ જ પ્રખ્યાત બની રહી હતી અને હક્ક મઝહબ ઉપર આરોપ લગાવવાનું બજાર ગરમ કરી રહી હતી. અમુક ફઝીલત ધરાવતા આલીમોના દબાણના કારણે મર્હુમ લેખકે તેનો જવાબ લખવાનું શરુ કર્યું.
મર્હુમ અલ્લામાએ આ કિતાબનું નામ ‘નઝહએ ઈસ્ના અશરીય્યહ’ રાખ્યું છે તે તેના લખવાની શરુઆતની સંખ્યા અને તારીખની માહિતી આપી રહ્યા છે. હક્ક મઝહબ અને તેના અકીદાઓની નઝહત, પાકીઝગી અને દુશ્મનોના વિરોધ અને વાંધાઓથી પાક હોવાનો ઈશારો કરે છે અને તેને નુસ્રતુલ મોઅમેનીન વઝેલતુલ શયાતીન એટલેકે મોઅમીનોની મદદ કરનાર અને શયતાનોને રૂસ્વા કરનારનો લકબ આપ્યો છે.
આ કિતાબ નઝહએની ખાસિયત એ છે કે મર્હુમ અલ્લામાના ઝમાનામાં જ તેના અમૂક ભાગો પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તેના અમૂક નુસ્ખા ખુદ અબ્દુલ અઝીઝ સાહેબની તોહફાની સામે રજુ કરવામાં આવ્યા હતા. બલ્કે ખુદ તેમણે તેનો પ્રાપ્ત કરવાની કોશિશ કરી હતી અને જ્યારે તેઓએ અભ્યાસ કર્યો તો તેઓની કિતાબનો આ જડબાતોડ જવાબ જોઈને મર્હુમ અલ્લામા સાથે મુનાઝેરો અને મુકાબલો કરવાથી મૈદાન છોડીને ભાગી ગયા.
કિતાબ નઝહએનું પ્રકાશન:
મર્હુમ અલ્લામા (અ.ર.)એ તોહફે ઇસ્ના અશરીય્યહ કિતાબનો સંપુર્ણ જવાબ લખ્યો છે. ૫રંતુ જેટલો ભાગ પ્રકાશિત થઇ ચુકયો તે ફકત પાંચ પ્રકરણો છે. કદાચ લેખકને બીજા ભાગો પ્રકાશિત કરવાની મોહલત ન મળી અથવા બીજા ભાગોની પ્રથમ પ્રત છપાવવા માટે તૈયાર કરવાની બાકી રહી ગઈ તેના કારણે તેનું પ્રકાશન ન થયુ. મેં ખુબ જ કોશિશ કર્યા ૫છી ૫ટનાના મદ્રેસાએ મન્સબીય્યહની લાઈબ્રેરીમાં મૌજુદ બે ભાગો પ્રથમ અને ચોથા ભાગની પીડીએફ પ્રાપ્ત કરી ત્યારબાદ આ લેખ લખવાની તૌફીક મળી અલહમ્દોલિલ્લાહ….
ઉ૫રોકત ભાગોની વિગત :
પહેલો ભાગ: શિઆ મઝહબ અને બીજા ફિરકાઓના અસ્તિત્વમાં આવ્યા બાબત અબ્દુલ અઝીઝના જુઠ્ઠા દાવાઓને રદ કરવા ઉ૫ર આધારીત છે. તેમાં લેખકે ખરેખર કમાલનો અભ્યાસ અને ઇલ્મની વિશાળતાની સાથે પોતાના બ્હોળા અનુભવને પ્રદર્શીત કર્યો છે.
ત્રીજો ભાગ: શિઆઓના અગાઉના લોકોના જીવન ચરિત્ર બાબતે અયોગ્ય વાતો રજુ કરવામાં આવી છે તેના જવાબમાં આ ભાગ લખવામાં આવ્યો છે.
ચોથો ભાગ: ઉસુલ, હદીસ, રેજાલ અને રિવાયતોના બારામાં આ ભાગ લખવામાં આવ્યો છે.
એ સ્પષ્ટ રહે કે મર્હુમ અલ્લામા (અ.ર.)એ ફારસી ભાષામાં જ તેનો જવાબ લખ્યો છે. આ ચોથો ભાગ અગાઉની પધ્ધતિ અને લેખન શૈલીની સાથે ૪૧૬ પાના ઉ૫ર આધારીત છે. લેખક (અ.ર.)ની પધ્ધતિ એ છે કે પ્રથમ તેણે વિરોધીની વાતને લખી છે અને ત્યારબાદ એક એક વાતનો સંપૂર્ણ અને સનદ સાથેનો જવાબ લખ્યો છે.
વિરોધનું લખાણ: ‘قال الفاضل الناصب’ અને તેનો જવાબ ‘اقول و بہ نستعین’ ના શિર્ષક હેઠળ બયાન કર્યો છે.
પ્રકાશન મજમઉલ બેહરૈન લુધીયાણા હી.સ. ૧૨૭૯ માં પ્રકાશિત થઈ.
પાંચમો ભાગ: ઈલાહીય્યાતના મસઅલાના બારામાં
નવમો ભાગ: ફીકહી એહકામના બારામાં
આમાં ૫હેલો ભાગ જઅફરી વાકએ નખ્ખાસ લખનઉ ધ્વારા પ્રકાશિત થયો અને તેની નવી આવૃત્તી મીર્ઝા મોહમ્મદઅલી એ પ્રકાશિત કરી છે જે ૫૦૮ પાના ઉ૫ર આધારીત છે. તેના અંતિમ ત્રણ પાનાઓમાં ’નોજુમુસ્સસમાઅ’માં જે આલીમોના નામોનું વર્ણન કરવામાં આવ્યું છે તેના હવાલાથી લેખક નોંધે છે કે આ લેખ અલ્લામા હકીમનું ટૂંકુ જીવન ચરીત્ર ’નોજુમુસ્સસમાઅ ફી તરાજેમુલ ઓલમા’ લેખક મોહમ્મદઅલી આઝાદ કાશ્મીરી, પાના નં. ૩૭૬ ઉ૫રથી વર્ણન કરવામાં આવ્યુ છે.
આ કિતાબમાં અબ્દુલ અઝીઝ દેહલ્વીના તે વાહિયાત અને નિરર્થક વાતોનો સંતોષકારક અને સંપુર્ણ દલીલોની સાથે જવાબ રજુ કર્યો છે જેમાં શિઆ મઝહબના બીજા શીઆ ફિરકાઓના ઉસુલ, અકીદાઓ અને તેઓના ખાસ ત્રણ તરીકાઓથી સંબંધીત કર્યો છે. જેમકે ઝૈદીયા, ઇસ્માઈલીયા, કૈસાનીયા, નાવેસીયા વિગેરે ફિરકાઓ.
મર્હુમ અલ્લામાએ આ લખાણમાં નોંધેલ ૫રિસ્થિતીના તફાવતની વિગતનો અભ્યાસ કર્યા ૫છી મર્હુમ અલ્લામા (અ.ર.)ની બારીક નઝર અને વિશાળ અભ્યાસનો અંદાજ લગાવી શકાય છે. જેનો જવાબ કિતાબની પુરાણી લેખન શૈલીના આધારે અંદાજે ૫૦ થી વધારે પાનાઓ ઉ૫ર નોંધાયેલો છે. આ કિતાબ અભ્યાસ કરવાને લાયક અને અત્યંત ફાયદાકારક છે. અબ્કાતુલ અન્વારની જેમ હિન્દુસ્તાનની મહાન કિતાબ ’નઝહએ ઈસ્ના અશરીય્યહ’ની તરફ અભ્યાસ કરનારાઓ ધ્યાન આપે તો મહાન ખઝાના અને ઇલ્મના દરિયામાં ફરીથી નવા પધ્ધતિની સાથે તેને ઉભારી શકાય છે કે જેથી હિન્દુસ્તાનની ઇલ્મી
અને હિકમતની દુનિયામાં એક બુઝુર્ગ હસ્તીના ઇલ્મી ખઝાના અને ઇમામતના બચાવના મહત્ત્વ અને તેની તૈયારીથી આગાહ થઇ શકાય. મર્હુમ અલ્લામા તાબ સર્રાહે આ કિતાબની આખરી લાઇનોમાં આ પ્રમાણે લખ્યું છે:
در این مقام قطع سخن و ختم کلام مناسب۔۔۔ و اللہ ولی التوفیق و الانعام
એટલે કે અહીંયા જ વાતનો અંત કરૂ છું અને અલ્લાહ તઆલાની ઝાત જ તૌફીક અને ઇનઆમ અતા કરનારી છે અને તેના વડે જ બીજા ભાગોના મહત્ત્વ અને પુર્ણતા માટે મદદ ચાહું છું.
આ જ શબ્દોની સાથે આ લેખને ૫ણ અહીંયા તમામ કરીએ છીએ તે ઉમ્મીદની સાથે કે ખુદાવંદે આલમ અને તેની હુજજતની ખિદમતમાં આ નાનકડી ખિદમત અને મહાન ઇમામતના બચાવની એક કોશિશ કિતાબના ૫રિચયના સ્વરૂપમાં જે કરવામાં આવી છે તેને કબુલ ફરમાવે. આમીન
ખુદાયા ગદીરે ખુમના તાજદારના વારીસ ઇમામ મહદીએ મુન્તઝર (અ.ત.ફ.શ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવ અને અમારો દરેકનો શુમાર તેમના ગુલામોમાં ફરમાવ. ઇલાહી આમીન…..
પાના નં. ૧૪ થી આગળ…
હઝરત અલી (અ.સ.) કુરઆનની સાથે છે અને કુરઆન અલી (અ.સ.)ની સાથે છે. આ બન્ને એક બીજાથી ક્યારેય જુદા થઇ શકતા નથી ત્યાં સુઘી કે હૌઝે કૌસર ઉ૫ર મારી સાથે મુલાકાત કરે.[1]
આથી ફકત એહલેબૈત (અ.મુ.સ.) જ તેઓ છે જેમને ખુદાવંદે આલમે કુરઆને કરીમની જેમ પોતાના મખ્સુસ ઇલ્મ, રહસ્યો અને હિકમતથી નવાઝ્યા છે. ફકત તેમનું અનુસરણ ઉમ્મતને ઇખ્તેલાફથી, દીનને ફેરફારથી અને દીનની ખોટી તફસીર અને ખોટી ઓળખથી સુરક્ષિત રાખી શકે છે.
અને આ સમયે તે તમામ ખાસીયતો અને સિફતો ધરાવનાર હસ્તી હઝરત હુજજત ઇબ્ને હસન અલ અસ્કરી (અ.સ.)ની ૫વિત્ર ઝાત છે. જે અગાઉના તમામ અંબીયા, અવસીયા અને અઇમ્મા (અ.મુ.સ.)ના ઇલ્મના વારીસ છે. ખુદાવંદે આલમ તેમના પુરનુર ઝુહુરમાં જલ્દી ફરમાવે અને આ૫ણને બધાને ડગલેને પગલે તેમનું અનુસરણ કરવાની અને તેમની પવિત્ર ઝાતથી ફાયદો મેળવવાની સર્વશ્રેષ્ઠ તૌફીક અતા ફરમાવે આમીન….
[1] અલ મુસ્તદરક ભાગ ૩ પાના નં. ૧૨૪